રક્ષાબંધનના તહેવારમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ કાજુકતરી.


રક્ષાબંધનના તહેવારમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ કાજુકતરી.

થોડા સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનનો તહેવાર ખુશીઓનો તહેવાર અને મીઠાઇઓ નો તહેવાર છે. રક્ષાબંધનના તહેવારના દિવસે લોકો જાતજાતની મીઠાઈ બનાવતા હોય છે અને ભાઈ બહેન એકબીજાનું મોઢું મીઠું કરાવતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ કાજુકતરી.

સામગ્રી

 • 1 કિલો કાજુ
 • 500 ગ્રામ દળેલી ખાંડ
 • એક ગ્રામ કેસર
 • ૧૦ નંગ એલચી
 • ચાંદીનો વરખ
 • જરૂર મુજબનું ઘી

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ બધા જ કાજુનો બારીક પાવડર બનાવી લો ત્યારબાદ એક વાસણની અંદર થોડું પાણી અને ખાંડ ઉમેરી બરાબર ગરમ થવા દો અને જ્યાં સુધી આ ચાસણી એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દો.
 2. જ્યારે ચાસણી બરાબર ઘટ્ટ થઈ જાય ત્યારે તેની અંદર થોડા કેસરના થોડા તાર અને એલચી પાવડર ઉમેરી બરાબર હલાવી લો જેથી ચાસણી એકદમ કેસરી બની જાય.
 3. ત્યારબાદ તેની અંદર અગાઉથી બારીક પાવડર કરેલ કાજુનો ભૂકો ઉમેરી દો અને બરાબર હલાવી લો અહીં કાજુ ઉમેર્યા બાદ હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કાજુના મોટા ગઠ્ઠા ન રહી જાય.
 4. હવે તેને એક ગેસ પર થોડી વખત રાખી બરાબર હલાવી મિક્સ કરી લો અને ત્યાર બાદ એક થાળીની અંદર થોડું ઘી લગાવી તેની અંદર કાજુ અને ચાસણી નું આ મિશ્રણ ઢાળી દો.
 5. હવે તેને થોડી વખત ઠંડુ થવા દો અને જ્યારે તે બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેના ઉપર ચાંદીનો વરખ લગાવી દો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કાજુકતરી. જેને તમે કાજુ કતરી ના આકારની અંદર કાપી લઇ ગમે ત્યારે ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
44Source link

Like it.? Share it: