યુટ્યુબ ઉપરથી આઈડિયા મેળવીને માત્ર ૨૫ હજારના ઇન્વેસમેન્ટ થી આ ભાઈ કમાય છે મહિને એક લાખ રૂપિયા


યુટ્યુબ ઉપરથી આઈડિયા મેળવીને માત્ર ૨૫ હજારના ઇન્વેસમેન્ટ થી આ ભાઈ કમાય છે મહિને એક લાખ રૂપિયા

રાજસ્થાનના ધાણી વિસ્તારની અંદર રહેતા યાદવ પરિવારે કંઈક એવું કારનામું કર્યો છે કે જેથી કરીને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. યાદવ પરિવારે છીપ મોતીની ખેતી શરૂ કરી અને તેના દ્વારા તે દર મહિને અંદાજે એક લાખ રૂપિયા કરતાં પણ વધુ પૈસા કમાઈ રહ્યા છે. સાંભળી ને તમને થોડી નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે.

યાદવ પરિવારે પોતાના આ શોખને પોતાનો બિઝનેસ બનાવી લીધો છે, અને દર મહિને તેના દ્વારા તે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. સત્યનારાયણ યાદવનું કહેવું છે કે જ્યારે તે ફ્રી હતા ત્યારે તે યુટ્યુબ ઉપર અવનવા વિડીયો જોયા કરતા હતા, અને એક વખત તેણે યુટ્યુબ ઉપર એક એવો વીડિયો જોયો કે જેણે તેની જિંદગી બદલાવી નાખી.

જ્યારે સત્યનારાયણે યુટ્યુબ ઉપર આ મોતી બનાવવાની પ્રક્રિયા જોઈ ત્યારબાદ તેણે નક્કી કરી લીધું કે આવે તે ભવિષ્યમાં મોતી જ બનાવીને રહેશે અને પોતાના આ વિચારને તેની પત્નીએ પણ સમર્થન આપ્યું અને તે અને તેની પત્ની બંને સાથે મળીને આ કાર્યમાં લાગી ગયા.

સત્યનારાયણ ના મંતવ્ય અનુસાર આ બિઝનેસ ની અંદર તમારે ધીરજ ની સૌથી વધુ જરૂર પડે છે. મોતી મેળવવા માટે સૌપ્રથમ તમારે અઢી વર્ષ પહેલાં આ મોતીની ખેતી કરવાની શરૂઆત કરવી પડે છે, અને ત્યાર બાદ અઢી વર્ષ પછી તમને આ મોતી બનીને તૈયાર મળે છે, અને તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.

પોતાનું આ સ્વપ્ન સાકાર કરવા માટે સત્યનારાયણ સૌપ્રથમ ઓરિસ્સા જઈ અને પંદર દિવસ સુધી આ મોતી કઈ રીતે બને છે તેની બરાબર ટ્રેનિંગ લઈ આવ્યા, અને ત્યારબાદ તેણે માત્ર દસ હજાર રૂપિયાના નાના એવા ઇન્વેસ્ટમેન્ટથી પોતાના બિઝનેસ શરૂ કર્યો. સત્યનારાયણે વધુમાં જણાવ્યું કે જો તમારે ૫૦૦ થી ૬૦૦ જેટલા મોતી બનાવવા હોય તો તમારે ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડે છે.

ત્યાર બાદ અંદાજે એકથી દોઢ વર્ષ બાદ તમને તેમાંથી મોતી મળવાની શરૂઆત થાય છે, અને તેના દ્વારા મળતા આ મોતીને તમે દરેક મોતીને 300 રૂપિયા સુધીના ભાવમાં વેચી શકો છો. આથી જો ગણતરી કરો તો 500 મોતી બનાવવાથી તમને દોઢ લાખ રૂપિયા જેવી કમાણી થઇ શકે છે.

 

કઈ રીતે બને છે મોતી

મોતી એક પ્રાકૃતિક રત્ન છે, અને તે છીપની અંદર જ બનતો હોય છે. મોતી નું નિર્માણ છીપની અંદર ત્યારે થાય છે કે જ્યારે તેને બહારથી રેતી કીડા વગેરે જેવી વસ્તુઓ આ છીપની અંદર પ્રવેશ કરે, અને જ્યારે આ જીવ જંતુઓ સીટ ની બહાર નીકળી શકતા નથી, ત્યારે તેનાથી બચવા માટે આ સીટ ની અંદર અમુક એવા રસ ઉત્પન્ન થાય છે. જે આગળ જતાં મોતી ની અંદર પરિવર્તિત થઈ જાય છે.

 

મોતી બનાવવાની વિધિ

સત્યનારાયણ જી કહે છે કે તમારે ઘર ઉપર મોતી બનાવવા માટે સૌ પ્રથમ એક હોજ કરવાની જરૂર પડે છે. અને ત્યારબાદ આ હોજ ની અંદર તમારે કેરળ ગુજરાત અથવા તો હરિદ્વાર માંથી આવતા લઈ આવી અને તેને તેમાં નાખવાની જરૂર પડે છે. જ્યારે આસિફ લઈ આવો ત્યારબાદ તેની અંદર સર્જરી માટે સર્જિકલ ટૂલ દ્વારા દરેકની અંદર ત્રણથી ચાર જેટલાં ચીરા કરી અને તેની અંદર ડિઝાઇન વારા બીડા ઉમેરી દેવાની જરૂર પડે છે.

ત્યારબાદ આઠથી દસ મહિનાની અંદર એસિડમાંથી મોતી બનીને તૈયાર થઇ જાય છે અને તમે તેને બહાર કાઢી લઈ અને તેનો ઉપયોગ ઘર ની સજાવટ ના કોઈ પણ કામની અંદર લઈ શકો છો. આ ઉપરાંત આ મોતીમાંથી પાવડર પણ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અનેક પ્રકારની આયુવેદિક ઔષધિઓ માં પણ થઈ શકે છે.

શિપની અંદર રાખવામાં આવતા અવનવી ડિઝાઇનના આ પીડાના કારણે જે મોતી બને છે. તે પણ ડિઝાઇનર મોતી મળે છે, અને તે મોતી ની કિંમત સામાન્ય મોતી કરતા વધુ આવે છે આમ તમે પણ માત્ર ૨૫ હજાર જેવા મામૂલી ઈન્વેસ્ટમેન્ટ દ્વારા દોઢ લાખ સુધીના પૈસા કમાઇ શકો છો માત્રા મોતીના બિઝનેસથી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: