મોં માં થતી ચાંદીથી છુટકારો અપાવે છે આ ઘરેલું ઉપાય જરૂરથી જાણો એના વિશે.મોં માં થતી ચાંદીથી છુટકારો અપાવે છે આ ઘરેલું ઉપાય જરૂરથી જાણો એના વિશે.

ઘણા લોકોને મોઢામાં વારંવાર ચાંદી પડતી હોય છે. ઘણીવાર એવી ખરાબ રીતે ચાંદી થતી હોય છે કે જેનાથી કઈ ખાઈ પણ નથી શકાતું અને અને બોલવામાં પણ તકલીફ થાય છે. આ ચાંદી માં ખુબ જ બળતરા અને દુખાવો થાય છે. મોટા ભાગે પેટમાં ગરબડ હોવાના લીધે ચાંદી પડતી હોય છે. તે ઉપરાંત શરીર માં પોષ્ટિકતા ની ઉણપ, અપચો, ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવામાં ગરબડ ના લીધે પણ મોં માં ચાંદી પડે છે. અહી કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવેલ છે જેના ઉપયોગ થી ચાંદી ની સમસ્યા માં છુટકારો મેળવી શકાય છે.

 

તુલસીના પાન:

ચાંદી થઇ હોય ત્યારે તુલસીના પાન એ રામબાણ ઈલાજ છે. તેમાં દુખાવો દુર કરવાના તમામ ગુણ રહેલા છે. તેથી ચાંદી ના લીધે થતા દુખાવામાં રાહત મેળવવા માટે તુલસી ના પાન ખાવા જોઈએ. તુલસીના પાન ખાવાથી ચાંદી જલ્દી સારી થઇ જાય છે.

 

નારિયેળ નું તેલ:

નારિયેળ નું તેલ પણ ચાંદી માં રાહત આપાવે છે. તેનાથી ચાંદી પર ઠંડક મહેસુસ થાય છે અને તેથી દુખાવો ઓછો થઇ જાય છે. તે માટે નારિયેળ તેલ અને નારિયેળ પાણી ખુબ જ લાભદાયક છે. જો તમે તાજું નારિયેળ ઘસીને મોં ની ચાંદી પર લગાવશો તો તેનાથી પણ દુખાવો ઓછો થઇ જશે.

 

ખસખસ:

ખસખસ નો ઉપયોગ શરીર ને ઠંડક આપવા માટે કરવામાં આવે છે. પેટની ગરમી ના લિધે પણ ચાંદી પડી શકે છે. તેથી ખસખસ ખાવાથી પેટને ઠંડક પણ મળે છે અને મોં ના ચાંદા પણ સારા થઇ જાય છે.


Post Views:
35Source link

Like it.? Share it: