માથાના વાળથી લઈને પગની પાની સુધી ફાયદાકારક છે આ પાન, જાણો તેના ફાયદા


માથાના વાળથી લઈને પગની પાની સુધી ફાયદાકારક છે આ પાન, જાણો તેના ફાયદા

કુદરતે માણસોને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારની ઔષધીઓ બનાવી છે, એમાંથી જ એક છે મીઠા લીમડાના પાન, લીમડાના પાન માં ઘણા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. જે સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે.

મીઠા લીમડાનો ઉપયોગ આજકાલ બધાના રસોડામાં મસાલા સ્વરૂપે થાય છે. મીઠા લીમડાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ એમાં એવા ઘણા ઔષધીય ગુણો છે જે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખે છે.

 

આયુર્વેદ માં માનવામાં આવે છે કે મીઠા લીમડાના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેવા કે ડાયાબીટીસ, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીમયોટીક અને હેપ્ટો સુરક્ષાત્મકગુણ.

તેમાં  કાર્બોહાઈડ્રેટ, ઉર્જા,ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, તાંબુ અને ખનીજ જેવા પોષક તત્વો હોય છે. તેમાં નિકોટીન એસીડ અને વિટામીન સી, એ, બી, ઈ, એમીનો એસીડ જેવા જુદા જુદા બધી જ પ્રકારના વિટામીન હોય છે.

 

મીઠા લીમડાના પાન થી થતા ફાયદાઓ

 

હદયની બીમારીઓથી બચાવે

લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે અને સાથે હુમલો આવવાની સંભાવના પણ ઓછી કરી નાખે છે. લીમડાના પાન કોલેસ્ટ્રોલ ના ઓક્સીકરણ ને રોકીને એલડીએલ કોલેસ્ટ્રોલ ને બનતું રોકે છે. તે બદલામાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારવામાં મદદ કરે છે.

 

લીવરની તકલીફ માં ફાયદાકારક 

 

લીમડાના પાન લીવરને ઓક્સીડેટીવ સ્ટ્રેસ થી બચાવે છે. લીવર માં થતી તકલીફને દુર કરવા માટે મીઠા લીમડાના પાન ખુબજ અસરકારક દવા છે. તેના માટે લીમડાના પાન નો ઉકાળો બનાવીને દરરોજ પીવો જોઈએ.

સૌથી પહેલા લીમડાના પાનનો રસ કાઢો અને તેને દેશી ઘી માં મિક્ષ કરો અને ગરમ કરી લો અને તેમાં ઉપરથી મરી પાવડર અને થોડી ખાંડ ઉમેરીને ઉકાળો અને પછી થોડું ઠંડુ પડે ત્યાર બાદ તેનું સેવન કરવું.

 

લાંબા, સ્વસ્થ અને સુંદર વાળ માટે

લીમડાના પાન વાળ માટે ખુબજ ફાયદાકારક હોય છે. આ પાન નો ઉપયોગ કરવાથી વાળ જડ-મૂળ થી મજબુત થાય, કાળા રહે અને ખરતા અટકે છે. આ પાન માંથી હેર ટોનિક પણ બને છે તે માટે પાનને એટલા ઉકાળો કે તે પાણીમાં એકરસ થઇ જાય અને પાણી નો કલર લીલો થઇ જાય, આ ટોનિક ને ૧૫-૨૦ મિનીટ માટે માથામાં લગાવો, અઠવાડિયામાં ૨ વાર આવી રીતે કરવાથી ખુબજ ફાયદો થાય છે.

 

ડાયાબીટીસ માટે ફાયદાકારક

લીમડાના પાન માં ઘણા પ્રકારના એન્ટી-ડાયાબિટીક એજન્ટ હોય છે જે શરીરમાં લોહીમાંથી શુગર ઓછી કરવામાં મદદ રૂપ થાય છે. તે ઉપરાંત તેમાં રહેલ ફાયબર પણ ડાયાબીટીસ વાળા દર્દીઓ ને માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તે માટે રોજ સવારે ખાલી પેટે લીમડાના પાન નું સેવન કરવું જોઈએ.

 

જીવડું કરડી ગયું હોય ત્યારે

જેરી જીવડું કરડી ગયું હોય ત્યારે લીમડાના પાનનો રસ લીંબુમાં મિક્સ કરી લગાવવા થી ફાયદો થાય છે.

 

કેન્સર માટે

મીઠા લીમડાના પાન માં રાસાયણિક ઘટકો જેવા કે પ્રોસ્ટેટ અને કોલોરેકટલ કેન્સર સામે લડવામાં સહાય કરે છે.

 

મીઠા લીમડાના પાનનું ફેસ પેક 

આ પણ ચહેરાની રોનકને પાછી લાવવામાં મદદરૂપ થાય છે. જી હા આ પાનમાં એવા ગુણ હોય છે જે ચહેરાની ગંદકી દુર કરે છે અને ચહેરા પરના ખીલ, અને દાગ ધબ્બા આસનીથી  દુર થઇ જાય છે.

 

ફેસ પેક બનાવવાની રીત 

સૌથી પહેલા આ પાનને તડકામાં સુકવી લો અને પછી તેને પીસીને પાવડર   બનાવો, પછી આ પાવડરમાં મુલતાનની માટી, ગુલાબ જળ અને નારીયેલ નું તેલ મિક્ષ કરી ઘાટી પેસ્ટ બનાવો , આ પેસ્ટ હળવા હાથે ચહેરા પર લગાવો અને મસાજ કરો, ૧૫ મિનીટ ચહેરા પર રહેવા દો અને સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો.

 


Post Views:
3Source link

Like it.? Share it: