માત્ર ૧૫ હજાર રૂપિયામાં શરુ થઇ જશે બીઝનેસ, તેના માટે સરકાર આપે છે ૯૦% લોન


માત્ર ૧૫ હજાર રૂપિયામાં શરુ થઇ જશે બીઝનેસ, તેના માટે સરકાર આપે છે ૯૦% લોન

દરેક લોકોની એવી ઈચ્છા હોય છે કે તેમનો પણ એક બીઝનેસ હોય. અને તે પણ ખુબજ પૈસા કમાય, તો આજે અમે જણાવીશું એક એવા બીઝનેસ વિશે જેને તમે માત્ર ૧૫૦૦૦ ના ખર્ચ થી ચાલુ કરી શકો છો. જી હા તેમાં ૯૦ % જેટલી મદદ સરકાર કરે છે. અમે વાત કરી રહ્યા છીએ સેનેટરી નેપ્કીનના બિઝનેસની.

આટલી જગ્યા જોઈએ:

કેન્દ્ર સરકાર બેરોજગારોને રોજગારી તરફ આકર્ષિત કરવા મુદ્રા યોજના દ્વારા લોન આપે છે. લોન આપવા ઉપરાંત સરકાર બિઝનેસનો પ્રોજેક્ટ પણ તૈયાર કરે છે, અને તેમાં સરકારે સેનેટરી નેપ્કીનના બીઝનેસ નો રીપોર્ટ બનાવ્યો છે. તે મુજબ આપણે દરરોજના ૧૪૪૦ નેપકીન બનવાના ઉનીત લગાવી શકીએ છીએ. એક પેકેટ માં ૮ નેપકીન આવે છે. તે હિસાબથી દરરોજના ૧૮૦ પેકેટ તેયાર થાય. અને આ યુનીટને લગાવવા માટે ફક્ત ૧૬*૧૬ ફૂટ ની જગ્યાની જરૂર પડે છે.

કેટલું રોકાણ કરવું પડે:

દરરોજના ૧૮૦ પેકેટના ઉત્પાદન માટે ૧.૪૫ લાખ રૂપિયાથી આ બીઝનેસ ચાલુ થાય છે. જેમાં ૯૦% રકમ મુદ્રા યોજના દ્વારા લોન આપવામાં આવે છે. અને બાકીના ૧૫૦૦૦ રૂપિયા પોતાના ખીચ્ચામાંથી કાઢવાના રહે છે. ૧.૩૦ લાખ રૂપિયા ની લોન લઈને આ બીઝનેસ ચાલુ કરી શકાય છે.

મશીનરી અને સામાન:

સરકારના આ રીપોર્ટ પ્રમાણે ૭૦ હજાર રૂપિયા મશીનરી પર ખર્ચ કરવાના રહે છે. આ રૂપિયામાંથી નેપકીન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દરેક પ્રકારના મશીનો ખરીદવાના રહે છે. તે ઉપરાંત વુડ પલ્પ, ટોપ લેયર, બેક લેયર, રીલીઝ પેપર, ગમ, પેકિંગ કવર, જેવું રો-મટીરીયલ પર માસિક ૩૬ હજાર રૂપિયાનો ખર્ચ કરી શકો છો.

કોસ્ટ ઓફ પ્રોડક્શન:

 

સરકારના રીપોર્ટ મુજબ ૧ વર્ષ માં ૫૪૦૦૦ પેકેટ નું પ્રોડક્શન કરી શકાય છે. અને આ રીપોર્ટ વર્ષના ૩૦૦ દિવસનો જ છે. અને તે રીપોટ મુજબ વાર્ષિક ખર્ચ આ પ્રમાણેનો થાય છે.

  1. રો-મટીરીયલ: ૪.૩૨ લાખ
  2. પગાર: ૮૪ હજાર
  3. પ્રશાસનિક ખર્ચ: ૨૭ હજાર
  4. ડેપ્રીસીએશન: ૮ હજાર
  5. વીમો: ૮૦૦
  6. રીપેરીંગ મેન્ટેનેસ: ૪ હજાર
  7. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ: ૧૮ હજાર
  8. વેચાણ ખર્ચ: ૧૬.૨ હજાર
  9. કુલ ખર્ચ લગભગ: ૫ લાખ ૯૦ હજાર

 

આ રીપોર્ટ મુજબ તમારું એક પેકેટ ૧૩ રૂપિયામાં વેચાય. અને તે હિસાબથી વાર્ષિક વેચાણ ૭.૦૨ લાખ રૂપિયા નું થાય છે. તેમાંથી આપણે કુલ ખર્ચ કાઢી નાખીએ તો વાર્ષિક ૧.૦૮ લાખ રૂપિયા ની ક્માણી થઇ શકે છે. અને પ્રોડક્શન વધારીને આવક પણ વધારી શકાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
56Source link

Like it.? Share it: