મહાભારત ના ત્રણ શ્રાપ કે જેનો પ્રભાવ આજે પણ પૃથ્વી ઉપર છે


મહાભારત ના ત્રણ શ્રાપ કે જેનો પ્રભાવ આજે પણ પૃથ્વી ઉપર છે

હિન્દુ ધર્મની અંદર રહેલા પૌરાણિક ગ્રંથો ની અંદર અમુક એવા શ્રાપો વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે જેનો પ્રભાવ હજી સુધી પૃથ્વી ઉપર ઉપસ્થિત છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા ત્રણ શ્રાપ વિશે કે જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રો ની અંદર કરવામાં આવેલો છે. પરંતુ તેનો પ્રભાવ હજી સુધી પૃથ્વી ઉપર મોજૂદ છે.

 

  1. ઉર્વશી દ્વારા અર્જુનને આપવામાં આવેલ શ્રાપ

મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને દિવ્યાસ્ત્રો ની જરૂર હતી અને આ માટે તે સ્વર્ગ લોકમાં પહોંચી ગયો. ત્યાં તેણે કઠોર તપસ્યા કરીને અનેક પ્રકારના દિવ્યાસ્ત્રો મેળવ્યા. પરંતુ ત્યાં જ તેને ઉર્વશી નામની એક અપ્સરા મળી ગઈ. જેણે અર્જુન સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. પરંતુ અર્જુને તેના આ પ્રસ્તાવને ઠૂકરાવી દીધો અને આથી જ ઉર્વશીએ તેને કિન્નર બની જવાનો શ્રાપ આપ્યો. પરંતુ આ શ્રાપ અર્જુન માટે સારો સાબિત થયો અને તેના અજ્ઞાતવાસ ની અંદર તેને ઘણો કામ લાગ્યો.

 

  1. યુધિષ્ઠિર દ્વારા મહિલાઓને આપવામાં આવેલ શ્રાપ

કર્ણના મૃત્યુ બાદ માતા કુંતીએ યુધિષ્ઠિરને કહ્યું કે કર્ણએ બીજો કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેનો જ એક ભાઈ છે અને તે પાંચ પાંડવો નો સૌથી મોટો ભાઈ છે. અને માતા કુંતી એ પોતાના દિલ ની અંદર આ વાત વર્ષોથી છુપાવી રાખી અને આથી જ ક્રોધે ભરાઈને યુધિષ્ઠિરે કુંતી માતા ને શ્રાપ આપ્યો હતો, કે આજથી મહિલાઓ પોતાના હૃદયની અંદર ક્યારેય પણ કોઈ વાત સાચવી શકશે નહીં, અને તે બીજા કોઈકને અવશ્ય અને અવશ્ય જણાવી દે છે.

 

  1. સુંગી ઋષિનો પરીક્ષિતને આપેલો શ્રાપ

મહાભારતના યુદ્ધ બાદ પાંડવોએ જ્યારે રાજપાટનો ત્યાગ કરી અને સ્વર્ગ લોક ની યાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે તેણે પોતાના રાજપાટ નો ભાર અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સોંપ્યો હતો. એક વખત પરીક્ષિત શિકાર કરવા માટે ગયો અને તેણે સમીક નામના એક ઋષિ ને સાધના કરતા જોયા અને તેની સાધના ભંગ કરવાનો વિચાર લઈને તેણે તેના ગળાની અંદર એક સાપ વીટાળી દીધો.

આ જોઇને ઋષિના પુત્રને ઘણો ક્રોધ આવ્યો અને તેણે પરિક્ષિતને શાપ આપ્યો કે આજથી સાત દિવસ બાદ તક્ષક નાગ તને ડસવા આવશે અને તે તારા મૃત્યુનું કારણ બનશે, અને સાત દિવસ બાદ ઠીક એવી જ વસ્તુ બની અને પરીક્ષિતને વરદાન પ્રાપ્ત હતું કે જ્યાં સુધી તે જીવિત હશે ત્યાં સુધી કલિયુગ પૃથ્વી ઉપર હાવી નહીં થઈ શકે અને તેના મૃત્યુ બાદ આ પૃથ્વી ઉપર કલયુગે પોતાનો પગપેસારો કર્યો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: