ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ૯૩ વર્ષ ની ઉંમરે પહોચ્યા ભગવાન ના ધામ


ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ૯૩ વર્ષ ની ઉંમરે પહોચ્યા ભગવાન ના ધામ

ભારત ના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભારતીય જનતા પાર્ટીના એક અનુભવી રાજકારણીનું આજે ગુરુવારે દિલ્હીના AIIMS હોસ્પિટલમાં અવસાન થયું છે.

વાજપેયી ના અવસાન પહેલા દેશ ભરના રાજકારણી વ્યક્તિઓ તેમની ખબર અન્તર પૂછવા પહોચ્યા હતા.

આ નેતાઓ માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સુષ્મા સ્વરાજ, એલ કે અડવાણી, રાજનાથસિંહ, અને પ્રમુખ અમિત શાહ તમજ રાહુલ ગાંધી એ AIIMS હોસ્પિટલ પહોચ્યા હતા.

વાજપેયી એવા નેતા હતા જેમની પ્રસંશા તેમના વિરોધીઓ પણ કરતા હતા. તેઓ તમની નિર્ભય રાજનીતિ ની શૈલી અને આગવી ભાષામાં ભાષણો માટે ખુબજ પ્રખ્યાત હતા.

અટલ બિહારી વાજપેયી અત્યાર સુધી ૧૦ વખત સભ્ય તરીકે ચુટાયેલા છે અને રાજ્ય સભામાં બે વખત ચુંટાયા હતા.

૯૩ વર્ષ ની ઉમરે 11 મી મે ના તેઓ ને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અટલ બિહારી વાજપેયી જન સંઘ ના સ્થાપક સભ્યોમાંના એક હતા જે પછી થી ભાજપ બની.તમની પ્રથમ ચુંટણી માં તેઓ ને ફક્ત બેજ બેઠકો પર જીત મળી હતી, પરંતુ તેમણે હાર માની નહતી

અટલ બિહારી નો જન્મ 25 ડીસેમ્બર ૧૯૨૪ ના થયો હતો જેને ‘ ગુડ ગવર્નન્સ ડે ‘ તરીકે ઓળખવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
1,559Source link

Like it.? Share it: