ભિખારી સમજીને જયારે રજનીકાંતને એક મહિલાએ આપ્યા ૧૦ રૂપિયા, પછી જે થયું એ જાણીને થઇ જશો હેરાન.ભિખારી સમજીને જયારે રજનીકાંતને એક મહિલાએ આપ્યા ૧૦ રૂપિયા, પછી જે થયું એ જાણીને થઇ જશો હેરાન.

નમસ્તે મિત્રો, આ વાત એ સમયની છે જયારે રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી ધ બોસ’ બોક્સ ઓફીસ પર રિલીજ થઇ હતી. આ ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ હતી. એટલા માટે આ ફિલ્મની સફળતાની ખુશીમાં રજનીકાંતે મંદિર જવાનું વિચાર્યું.

બોલીવુડના બીજા એક્ટર્સ ફિલ્મ સફળ થવાથી પાર્ટી કરે છે પરંતુ રજનીકાંત એમની ફિલ્મના સફળ થવા પર ભગવાનનો આભાર માનવા માટે મંદિર જવાનો વિચાર કરે છે. જયારે રજનીકાંત મંદિર ગયા તો એ દિવસે એની સાથે જે થયું એ એના માટે જિંદગીનો યાદગાર પળ બની ગયો.

જયારે રજનીકાંતને એ દિવસે મંદિર જવું હતું તો એમની ટીમે એને સુરક્ષા સબંધી પરેશાનીના લીધે એમનું રૂપ બદલીને મંદિર જવાની સલાહ આપી. એ પછી નક્કી થયું કે રજનીકાંત સાધારણ કપડામાં વૃદ્ધ આદમીના રોલમાં મંદિરે મોકલવામાં આવશે, જેથી કોઈ એને ઓળખી ન શકે.

જયારે રજનીકાંત વૃદ્ધ આદમીના રોલમાં મંદિરે પહોચ્યા ત્યારે એ સીડી ચડી રહ્યા હતા તો એ જ સમયે એક મહિલા પણ સીડી ચડી રહી હતી. રજનીકાંતને જોઇને જ એ મહિલાને એવું લાગ્યું કે એ કોઈ વૃદ્ધ ભિખારી છે તો મહિલાને રજનીકાંત પર દયા આવી ગઈ અને એમણે રજનીકાંતને દસ રૂપિયા આપી દીધા. રજનીકાંતે પણ ચુપચાપ એ પૈસા રાખી લીધા.

જયારે રજનીકાંત મંદિર પહોચ્યા તો એમના પર્સમાં જેટલા પૈસા હતા એટલા બધા પૈસા ભગવાનને ચડાવી દીધા. ત્યારે જ એ સમયે મહિલા પાસે જ હતી અને એ બધું જોઈ રહી હતી ત્યારે એને એવો અહેસાસ થયો કે આ આદમી કોઈ ભિખારી નથી. જયારે એમણે ધ્યાનપૂર્વક સરખું જોયું  તો એ ઓળખી ગઈ, પરંતુ રજનીકાંત દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા હતા. મહિલા એની પાછળ પાછળ ભાગી અને પાસે આવીને માફી માંગવા લાગી.

મહિલાએ કહ્યું કે મારાથી ભૂલ થઇ ગઈ, મને ૧૦ રૂપિયા પાછા આપી દો. રજનીકાંતે ૧૦ રૂપિયા પાછા ન આપ્યા અને કહ્યું ૧૦ રૂપિયા મારા

માટે ભગવાનના આશીર્વાદ સમાન છે અને ભગવાનના આશીર્વાદ પાછા કરવામાં આવતા નથી, બસ આવી જ રીતે તમારો પ્રેમ બનાવી રાખજો. રજનીકાંતની બાયોગ્રાફીમાં “The Name is Rajinikanth” આ ઘટના વિશે પણ જણાવ્યું છે.


Post Views:
19Source link

Like it.? Share it: