બ્લુ વેલ બાદ હવે મોમો ચેલેન્જ નું જોખમ whatsapp ની આ લીંક પર એક ક્લિક કરવાથી તમારે પણ કરવી પડશે આત્મહત્યા


 બ્લુ વેલ બાદ હવે મોમો ચેલેન્જ નું જોખમ whatsapp ની આ લીંક પર એક ક્લિક કરવાથી તમારે પણ કરવી પડશે આત્મહત્યા

બ્લૂ વેલ ગેમ નામ પડતાં જ દરેક લોકોના મનમાં આત્મહત્યા કરાવતી એ વહેલ યાદ આવી જાય છે. મોટાભાગના લોકો આ ગેમ વિશે જાણે છે. કેમ કે જે તે સમયે સોશિયલ મીડિયા ઉપર આ ગેમ વિશે ખૂબ જ ખબરો ફેલાવવામાં આવી હતી અને તેની અંદર એવું કહેવામાં આવતું હતું કે જે વ્યક્તિ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી લે છે તે વ્યક્તિને ફરજિયાત તેના  કીધેલા કામ પૂરા કરવા પડે છે અને છેવટે તેને આત્મહત્યા કરવી પડે છે.

પરંતુ blue whale game બાદ હવે સોશિયલ મીડિયા ઉપર એક નવી ચેલેન્જ ગેમ વાઈરલ થઈ ગઈ છે. whatsapp ઉપર ખૂબ જ પ્રખ્યાત થયેલી આ ગેમનું નામ છે  મોમો ચેલેન્જ. ઘણાય દેશની અંદર આ ગેમ ખૂબ જ તેજીથી ફેલાઈ રહી છે અને તેની અંદર હવે ઇન્ડિયા નું નામ પણ સામેલ થઈ ગયું છે.

આ ગેમ ની અંદર બાળકોને આત્મહત્યા કરવા માટે ઉકસાવવા માં આવે છે. આ ગેમ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે? કોણે બનાવી છે, અને કોના દ્વારા ઓપરેટ થાય છે. એ વાત વિશેની હજી કોઈ પણ વ્યક્તિને જાણકારી મળી નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક નંબર વાયરલ થઇ રહ્યો છે જેની અંદર એ નંબર મોમો ચેલેન્જ ગેમ નો હોય તેવું કહેવામાં આવ્યું છે.

એવી વાત ફેલાઈ રહી છે કે આ નંબર નો એરિયા કોડ જાપાનનું બતાવવામાં આવી રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે પણ વ્યક્તિ આ નંબર ઉપર વાત કરે છે તે સુસાઇડ કરવા માટે મજબૂર થઈ જાય છે. અને આ આખી ગેમ બ્લુ વેલ ની જેમ જ એક પ્રકારની suicide game છે. જેની અંદર યૂઝર્સ દ્વારા અજ્ઞાત નંબર ઉપર મેસેજ કરવામાં આવે છે અને દરરોજ એક પ્રકારની નવી નવી ચેલેન્જ ઓ આપવામાં આવે છે.

આ ઉપરાંત લોકોને તેના નંબર ઉપર ઘણી ડરાવની તસવીરો પણ મોકલવામાં આવે છે. અને દરરોજ યુઝરને એક નવું નવું ટાસ્ક આપવામાં આવે છે અને જો તે ટાસ્ક ન કરે તો તેને ખૂબ જ ડરાવવા અને ધમકાવવા મા આવે છે અને આ જ ચક્કર ની અંદર આર્જેન્ટિનામાં એક ૧૨ વર્ષની નાની બાળકીએ suicide કરી લીધો હતો.

આત્મહત્યા કરતા પહેલા આ છોકરીએ પોતાના મોબાઈલની અંદર પોતાનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને પોલીસના investigation અનુસાર જાણવા મળ્યું છે કે તે છોકરીએ તે ગેમનો ચેલેન્જ પૂરી કરવા માટે પોતાની આત્મહત્યા કરવા કરી હોવાનું માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14Source link

Like it.? Share it: