બોલિવૂડની આ સુંદર એક્ટ્રેસો પોતાના બાળકોની સામે લાગે છે તેની મોટી બહેન


બોલિવૂડની આ સુંદર એક્ટ્રેસો પોતાના બાળકોની સામે લાગે છે તેની મોટી બહેન

ટેલિવિઝન ની અંદર અને બોલિવૂડના પિક્ચરો ની અંદર કામ કરતી એક્ટ્રેસો પોતાની સામાન્ય ઉંમર કરતા ઘણી નાની ઉંમરની લાગતી હોય છે. કેમકે, તેના દ્વારા પહેરવામાં આવતા કપડાં અને મોઢા ઉપર લગાવવામાં આવેલા મેકઅપને કારણે તે એકદમ નાની અને યંગ દેખાતી હોય છે. પરંતુ આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અમુક એક્ટ્રેસો ના બાળકો પણ એવડા મોટા થઈ ગયા છે, આમ છતાં પણ તે હજી યંગ જ દેખાતી હોય છે.

 

જો તમે બોલિવૂડ સ્ટાર્સના આ એક્ટરોકે એક્ટ્રેસના તેના બાળકો સાથેના તમે ફોટો જોશો તો જોતાં જ તમને એક નજરે એવું નહીં લાગે કે તેની અંદર તેની સાથે ઉભેલા વ્યક્તિ તેના બાળક છે. પરંતુ તમે એવું જ વિચારશો કે તેની સાથે ઊભેલો તેનો દીકરો કે દીકરી તેની નાની બહેન કે ભાઈ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડની અમુક એવી ઍક્ટ્રેસોના તેના બાળકો સાથેના ફોટા કે જે જોઈને તમે પણ રહી જશો દંગ.

 

ભાગ્યશ્રી

સલમાન ખાનની સાથે નજરે પડેલી બોલિવૂડની સુંદર એક્ટ્રેસ ભાગ્યશ્રી એ મેને પ્યાર કિયા પીચર ની અંદર સલમાન ખાન સાથે કામ કર્યું હતું. પરંતુ આજે તેની દીકરી એવડી મોટી થઈ ગઈ છે કે તેની માતા સાથે જો તે ઉભી રહે તો તે પોતાની માતા કરતાં પણ મોટી લાગે છે.

 

કાજલ

કાજલ ની દીકરી આજે પંદર વર્ષની થઈ ગઈ છે, અને તેની લંબાઈ પણ આજે કાજલને બરોબર થઇ ગઈ છે. અને જ્યારે તમે આમા દીકરી ના ફોટા જોશો ત્યારે તમને લાગશે કે કાજલ તેની માતા નહીં પરંતુ મોટી બહેન છે.

 

રવીના ટંડન

હાલમાં રવીના ટંડન પિક્ચરો ની અંદર વધુ જોવા મળતી નથી. પરંતુ સોશિયલ મીડિયા ઉપર રવીના ટંડન જ્યારે પોતાની દીકરી સાથેના ફોટા અપલોડ કરે છે, ત્યારે તમને જોતાં જ એવું લાગે છે કે તેમા દીકરી નહીં પરંતુ બંને બહેનો હોય.

 

જુહી ચાવલા

જુહી ચાવલા અને તેની દીકરી નો ફોટો જોતાં જ તમને પહેલી નજરે એવું લાગશે કે આ બંને મા- દીકરી નહીં પરંતુ બંને બહેનો જ છે.

 

ઉર્વશી ધોળકિયા

ટીવી સિરિયલ ની અંદર કામ કરતી સૌથી સુંદર અભિનેત્રી ઉર્વશી ધોળકિયા ને બે દીકરા છે. પરંતુ જ્યારે તમે તેની આ તસવીરો જોશો ત્યારે તમને લાગશે કે ઉર્વશી ધોળકિયા હજી પણ એકદમ  યંગ અને સુંદર જ છે પરંતુ હકીકતમાં આજથી 16 વર્ષ પહેલાં જ તેના લગ્ન થઇ ગયા છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: