બોલિવુડની આ અભિનેત્રીએ ૪ મહિનામાં ૨૧ કિલો વજન ઘટાડ્યુ, જરૂર જાણો.


બોલિવુડની આ અભિનેત્રીએ ૪ મહિનામાં ૨૧ કિલો વજન ઘટાડ્યુ, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, બોલિવુડ એકટર્સ ભૂમિ પેડનેકરે ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ થી ઈંડસ્ટ્રીમાં એમના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ અભિનેત્રી આટલી ગ્લેમરસ (ખુબસુરત) લાગી શકે છે. જો કે ભૂમિએ આ ફિલ્મના શુટિંગ પછી થોડા જ દિવસમાં એમણે પોતાનું વજન ખુબ જ વધારે ઘટાડીને લોકોને ચોંકાવી દીધા હતા. વજન ઘટાડવા માટે ભૂમિએ વધારે ઉતાવળ કર્યા વિના સામાન્ય પ્લાનિંગ સાથે સમય પ્રમાણે વજન ઘટાડવાનું ચાલુ કર્યું હતું. આજે ભૂમિની ફિટનેસનું રહસ્ય જોઈ શકીએ છીએ.

 

ખાવાપીવાની આદતોમાં સુધારો

વજન ઘટાડવા માટે ભૂમિએ કસરતની સાથે સાથે ડાયટ પર પણ સૌથી વધારે ધ્યાન આપ્યું હતું. જેના માટે ભૂમિએ ખાવા પીવામાં ફેરફાર કર્યો. ડાયટમાં અમુક વસ્તુ ઉમેરી તો અમુક વસ્તુ કાઢી નાખી. જેમકે ઘઉંની રોટલી ખાવાને બદલે મલ્ટીગ્રેન રોટલી ખાવાનું શરૂ કર્યું. ચોખાના બદલે રાજગરો, તળેલી વસ્તુઓના બદલે શેકેલુ અને બાફેલુ શાક ખાવાનું શરૂ કર્યું.

ઓલીવ ઓઈલમાં બનાવેલું જ ખાવાનું ખાતી હતી. તો ચાલો જાણીએ કેવો હતો ભૂમિનો વજન ઓછો કરવાનો પ્રોગ્રામ .. ભૂમિએ વેઈટ લોસ પ્રોગ્રામની શરૂઆત બોડી ડિટોક્સથી કરી હતી. તે દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલા એલોવેરા જ્યૂસ પીતી હતી. સાથે જ તે દરરોજ ગ્રીન ટી પણ પીવાનું રાખતી હતી.

 

અમુક વસ્તુઓ બંધ કરી

ભૂમિએ બહારનું બધું જ ખાવાનું છોડી દીધું હતું અને સાથે જ ચીઝ, બટર, જંક ફૂડ પણ છોડ્યા હતા. ડાયટની ડીશમાંથી ખાંડ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. ખાંડના બદલે ખજૂર, શુદ્ધ મધ અને ગોળનું સેવન કરતી હતી.

 

કાકડીનું પાણી

વજન ઘટાડવા માટે ભૂમિએ લીક્વીડ ડાયટ કરવાનું ચાલુ કર્યું. ભૂમિએ પોતાનું અલગ ડ્રીંક પણ તૈયાર કર્યું હતું. એક લિટર પાણીમાં 3 કાકડીને કાપીને નાખ્યા અને સાથે જ થોડા ફુદીનાના પાન અને 4 લીંબુનો રસ નાખ્યો. આ પાણીને ફ્રીજમાં ઠંડું કરીને પછી  આખો દિવસ આ પાણીને પીવાનું ચાલુ કર્યું.

 

સિક્રેટ જ્યૂસ રેસિપી

ભૂમિની એક સિક્રેટ જ્યૂસની રેસિપી છે જે પોતાનું વજન ઓછું કરવાના પ્રોગ્રામનો મહત્વનો ભાગ માને છે. આ જ્યૂસ પાલક, સફરજન, લીંબુ, આદું અને કોથમીરમાંથી બનાવેલું છે. આ બધી સામગ્રીને મિક્સચરમાં પીસીને એનું જ્યુસ બનાવીને પીતી હતી. આનાથી વજન ઓછું કરવામાં મદદ મળી અને સાથે જ સ્કિન ચમકવા પણ લાગી.

 

ભૂખ લાગે ત્યારે

ભૂમિએ એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેને બહુ ભૂખ લાગતી હતી ત્યારે તે મિક્સચર માં એક ગ્લાસ પાણી અને 2 ચમચી દહીં ઉમેરીને તેમાં સ્ટ્રોબેરી મિક્ષ કરીને પીતી હતી. આ પ્રયોગ તેને ઈન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતું હતું. ઘણીવાર ડાર્ક ચોકલેટ પણ ખાતી હતી કારણકે તેમાં 70 ટકા કોકો, થોડી ખાંડ અને ખૂબ એન્ટી ઓક્સિડંટ રહેલા હોય છે .

તે ૪ વાગ્યા પછી અડધું પપૈયું, નાસપતી અથવા જામફળમાંથી કોઈ પણ એક ફળનું સેવન કરે છે. 1 કપ ગ્રીન ટી સાથે અખરોટ કે બદામ ખાય છે. સાંજે 7 વાગ્ય પછી એક પ્લેટ સલાડનું સેવન કરે છે, જેમાં ઘણા બધા શાક અને ડ્રાયફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ભૂમિ પેડ્નેકર રાત્રે સાડા આઠ વાગ્યે ડિનર કરે છે. જેમાં તે ફિશ કે ચિકન અથવા પનીર કે સ્ટીમ કરેલા શાકભાજી અને નાનો કપ બ્રાઉન રાઈસ અથવા પાતળી રોટલી ખાય છે .

 


Post Views:
9Source link

Like it.? Share it: