બેંક માં મોટા માં મોટી ફાટેલી ટુટેલી જૂની નોટ આરામ થી બદલી શકાશે, ફક્ત કરવાનું રહેશે આટલું કામ.


બેંક માં મોટા માં મોટી ફાટેલી ટુટેલી જૂની નોટ આરામ થી બદલી શકાશે, ફક્ત કરવાનું રહેશે આટલું કામ.

આ સમાચાર એમના માટે પણ છે જેના પાસે ટૂટેલી ફાટેલી નથી, તે તેમને ભવિષ્યમાં પણ કામ ની સાબિત થશે.

આ વર્ષે ૨૦૧૮ ની શરૂઆત માં ભારતીય રીઝર્વ બેંક એટલે કે આર.બી.આઈ દ્વારા ટૂટેલી ફાટેલી નોટો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કેટલીક સૂચનાઓ નો ઉલ્લેખ કરેલ છે. આ પરિપત્ર મુજબ તમે દેશ ના કોઈ પણ બેંકો ની કોઈપણ શાખામાં નોટો બદલવા ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.

તમે દરેક બેંક ની અંદર દરેક વેલીડ નોટ બદલી શકો છો.પરંતુ કેટલાક લોકો એ નહિ જાણતા હોય કે તમે 5 રૂપિયા થી 2000 રૂપિયા ના ટૂટેલા ફાટેલી નોટ અથવા મેલી નોટ બદલી શકો છો.તના માટે ફક્ત થોડા નિયમો નું પાલન કરવું પડશે.

જો તમે આ નિયમો નું પાલન કરી બેંક ના ટૂટેલી ફાટેલી નોટ ખુબજ સરળતા પૂર્વક બદલી શકો છો.આ નિયમ દેરક વેલીડ નોટ માટે પણ લાગુ પડે છે.અને આર.બી.આઈ ના આ આદેશ દેશ ની તમામ બેંકો એ પાડવા નો રહેશે.આ ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈપણ બેંક આવા પ્રકાર ની નોટ અથવા શીક્કા ની લેવડ દેવળ અથવા તો બદલવાની મનાઈ કરી શકશે નહિ.જો કોઇપણ બેંક આ ગાઈડલાઈન્સ ને ફોલો નથી કરતુ ટી આર.બી.આઈ બેંક ની કોઈપણ શાખા ના વિરુધમાં કાર્યવાહી કરશે.અને તેમાં તમામ જવાબદારી બેંક ના મેનેજર ની રહેશે.

કઈ પ્રકારના નોટ બદલવા માટે વેલીડ હશે.

જે નોટ સામાન્ય ટૂટેલ ફૂટેલ, મેલી હોય અથવા એકજ નોટ ના બે કટકા હોય પરંતુ તેમાં ઓળખ કરવાના પૂરતા  ચિન્હો હોવા જોઈએ તો તમે નોટ બદલી શકશો.અથવા કોઇપણ પ્રકાર ની ચુકવણી કરી શકશો. અથવા બેંક ના ખાતામાં જમા કરવી શકો છો.

જો નોટ બહુ ખરાબ થઇ ના હોય પરંતુ નોટ જો ચોટી ગઈ હોય, નોટ સડી ગઈ હોય તો  તેમની લેવડ દેવળ શક્ય બનતી નથી ત્યારે તમે એ નોટ ગમે તે બેંક ની શાખા માં બદલી શકાશે નહિ.તો આવી નોટો હોય તેવા વ્યક્તિઓ ને નોધ રહે કે તેમાટે નોટ ઇસ્સ્યું થયેલ કાર્યાલય નો સંપર્ક કરવાનો રહેશે અને તેના પર યોગ્ય પ્રક્રિયા કરી નિર્ણય લેવામાં આવશે.

આ છે નોટ બદલવાની પ્રક્રિયા

જો કોઈપણ ટૂટેલી કે ફાટેલી મેલી 20 ટુકડા થયેલ હોય અને તેની કીમત વધુમાં વધુ 5000 રૂપિયા જેટલી થાય છે તો તે એક દિવસ ની અંદરજ બેંક માં કોઈ પણ મુલ્ય ચૂકવ્યા વિના બદલી શકો છો.અને જો કોઈ પાસે 20 ટુકડા ની નોટ હોય અનેતેનું મુલ્ય 5000 થી વધુ થતું હોય અને તે વિદેશ જઈ રહ્યો છે તો તે વ્યક્તિ બેંક માં જઈ બદલી શકે છે પરંતુ તે સમયે તેના નાણા બેંક ના એકાઉન્ટ માં જમા કરવામાં આવશે. અને વધુમાં વધુ રકમ કરતા તમારા નાણા વધુ હશે તો બેંક નિયમો અનુસાર ચાર્જ પણ લઇ શકે છે.

જો આવી નોટો નું મુલ્ય 50 હાજર થી વધુ હોય તો બેંક સામાન્ય તકેદારી લઇ બદલી આપશે અને જો તમારી પાસે એવી કોઈ નોટ છે જેમાં કોઈ રાજનેતિક સંદેશ લખવામાં આવેલ હોય તો તે કોઈપણ સંજોગોમાં બદલી શકાશે નહિ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: