બેંકે લોન આપવાથી પણ કરી દીધો હતો ઇનકાર, બનાવી એવી ડેરી અમિતાભ બચ્ચનથી માંડી મુકેશ અંબાણી છે તેના કસ્ટમર..બેંકે લોન આપવાથી પણ કરી દીધો હતો ઇનકાર, બનાવી એવી ડેરી અમિતાભ બચ્ચનથી માંડી મુકેશ અંબાણી છે તેના કસ્ટમર..

ઘણા લોકો એવા હોય છે કે જે જીવનની અંદર આવનારી અસફળતા માંથી એક અનુભવ મેળવી અને તેનો ઉપયોગ કરી તે સફળતાના પાઠ ભણી લે છે. અને સાથે સાથે પોતાના કેરિયરની નવી શરૂઆત કરે છે આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જે વ્યક્તિને બેંકે લોન આપવાની પણ ના પાડી દીધી હતી. અને ત્યારબાદ તેણે આ વસ્તુઓ માંથી શીખતા જ પોતાનો એક એવો સફળ બિઝનેસ શરૂ કર્યો કે જે જોઈને દરેક લોકો દંગ રહી.

અમે જે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ તે વ્યક્તિનું નામ છે દેવેન્દ્ર શાહ અને તે પરાગ મિલ્ક ફુડ્સ નામની ડેરી ચલાવે છે. આ વર્લ્ડ ક્લાસ ડેરી શરૂ કરવાનું સ્વપ્ન સેવતા દેવેન્દ્ર શાહ ના પિતા ટેક્સટાઈલ બિઝનેસ ની અંદર હતા અને તેનું નાનપણથી જ એક સ્વપ્ન હતું કે તે પોતાના માટે એક બિઝનેસ માટે નવો પ્લાન્ટ શરૂ કરે અને આ માટે તેણે બેંકમાંથી લોન લેવાનું પણ નક્કી કર્યું હતું.

પરંતુ જ્યારે તેલ બેંકમાંથી લોન લેવા માટે ગયા ત્યારે જ્યારે તેણે પોતાના ૨૦ હજાર લિટર દૂધના પ્રોસેસિગ કરતા પ્લાન્ટ વિશે બેંક મેનેજર ને બતાવ્યું ત્યારે બેંક મેનેજર પણ તેને લોન આપવા માટે તૈયાર થઇ ગયો હતો. પરંતુ જ્યારે બેંક દ્વારા તેને ગેરંટી ના રૂપમાં કોઈ વસ્તુ રાખવા માટે કહ્યું ત્યારે તે વ્યક્તિ પાસે ગેરેન્ટી માં રાખવા માટેની કોઈ પણ વસ્તુ ન હતી.

અને આથી જ બેન્કે પણ દેવેન્દ્રને લોન આપવાની ના પાડી દીધી હતી. સાથે-સાથે તેના પિતાએ પણ તેને કોઈ પણ જાતની મદદ કરવાની ના પાડી હતી. કેમકે તેના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી ન હતી કે તે દેવેન્દ્રના આ પ્લાન્ટ શરૂ કરવામાં તેની મદદ કરી શકે અને આથી જ દેવેન્દ્ર શાહ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા.

પરંતુ આમ છતાં પોતાની આ અસફળતા માંથી તેણે એક સબક શીખ્યો અને ધીમે ધીમે કરી અને નાના પાયે પોતાની ડેરી ની શરૂઆત કરી. અને ત્યારબાદ તેણે પોતાના ડેરીના પ્રોફિટ માર્જન ને 18 ટકા સુધી પહોંચાડી અને બેંક પાસેથી કોઈ પણ જાતની ગેરંટી વગર લોન લીધી અને પોતાના બિઝનેસને ખૂબ આગળ વધાર્યો.

વર્ષ 1992 ની અંદર દેવેન્દ્ર શાહ એ પરાગ મિલ્ક ફુડ્સ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી જે આસપાસના ગામમાંથી લોકો પાસેથી દૂધ લઇ અને તેનું પ્રોસેસિંગ કરી ત્યારબાદ તેમાંથી બટર, ચીઝ, પનીર જેવી ઉત્પાદો તૈયાર કરતી હતી. અને ત્યારબાદ દેવેન્દ્ર શાહ ના મનમા આ ડેરીને હજી મોટું કરવાનો વિચાર આવ્યો અને ત્યાર બાદ તેણે 2005માં ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મ ની શરૂઆત કરી અને તેને પણ એક સફળતાની સીડીઓ સુધી લઇ ગયા.

દેવેન્દ્ર શાહ ના ફાર્મ 35 એકર જમીનની અંદર ફેલાયેલું છે અને તેના આ કામ ની અંદર ઇન્ટરનેશનલ ટેકનોલોજી દ્વારા દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. અને સાથે સાથે પોતાના ડેરી ની અંદર એક રિસર્ચ અને ડેવલપમેન્ટ પણ છે કે જ્યાં દરેક વસ્તુઓની જહાજ કરવામાં આવે છે. અને સાથે સાથે નવી નવી ઉત્પાદનો ડેવલપમેન્ટ પણ કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
31Source link

Like it.? Share it: