બીલીપત્રને તોડતી વખતે હંમેશા રાખો આ બાબતનું ધ્યાન


બીલીપત્રને તોડતી વખતે હંમેશા રાખો આ બાબતનું ધ્યાન

શ્રાવણ માસની અંદર ભગવાન શંકર પર ગંગાજળ ની સાથે સાથે બિલીપત્ર પણ ચડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શંકર પર બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે ત્યારે ભગવાન શંકર ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેના ભક્તોને ઈચ્છિત વરદાન આપતા હોય છે.

શ્રાવણ માસની અંદર ભગવાન શંકર પર બીલીપત્ર ચઢાવવાં ના કારણે તેના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. બીલીપત્ર અને સંસ્કૃત ભાષામાં બિલ્વપત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભગવાન શંકર પર અર્પિત કરવા માટે આ બીલીપત્રો તોડવા જતાં હોવ ત્યારે તમારે અમુક ખાસ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે.

 

આ વારે ન તોડવું બિલિપત્ર

બીલીપત્ર તોડતી વખતે મનમાં અને મનમાં ભગવાન શંકરને નમન કરીને ત્યાર બાદ જ બીલીપત્રને તોડવું જોઈએ. ચતુર્થી, આઠમ, નોમ અને ચૌદસના દિવસે તથા અમાવસની રાત્રે બીલીપત્ર ક્યારેય ન તોડવા જોઈએ, કેમકે આ તિથિઓમાં કાલ યોગ હોય છે. ત્યારે બીલીપત્ર તોડવા અશુભ માનવામાં આવે છે.

 

મોટે ભાગે બીલીપત્ર અને સોમવારે તોડવા ખૂબ જ સારા માનવામાં આવે છે અને બીલીપત્રને ક્યારેય ડાળખી સહિત ન તોડવા જોઈએ. તેની જગ્યાએ તમારે બિલીપત્ર ના ત્રણ ત્રણ પાનના ઝુમખાને તેના દાન્ડલા થી જ તોડવા જોઈએ અને ભગવાન શંકરને આ રીતે જ અર્પણ કરવા જોઈએ.

 

બીલીપત્ર ક્યારે થતા નથી વાસી

ભગવાન શંકરને ચઢાવવામાં આવતા બીલીપત્ર એક જ વસ્તુ એવી છે કે જે ક્યારેય પણ વાસી થતી નથી. ભગવાન શંકરની પૂજા માટે તમે બીલીપત્રને તોડીને તેનો કોઈ પણ દિવસે ઉપયોગ કરી શકો છો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સોમવારના દિવસે તોડવામાં આવેલા બીલીપત્રનો તમે આખા અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકો છો.

 

આ રીતે ચઢાવો બિલિપત્ર

ભગવાન શંકરને બીલીપત્ર ચડાવતી વખતે હંમેશા બીલીપત્ર અને ઊલટું ચઢાવવું જોઈએ. એટલે કે બીલીપત્ર નો એકદમ ચીકણો અને સુવાળો ભાગ હોય તે ભગવાન શંકરને સ્પર્શ કરે તે રીતે બિલિપત્ર ચઢાવવું જોઈએ. બીલીપત્ર અને હંમેશા તમારી અનામિકા અને અંગૂઠા તથા તમારી મધ્યમા આંગળી વડે જ પકડીને ભગવાન શંકરને ચઢાવવું જોઈએ. સાથે સાથે તેના ઉપર જળની ધારા પણ અર્પણ કરવી જોઈએ.

 

બિલીપત્રનું મહત્વ

શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસના સોમવારના દિવસે ભગવાન શંકર ની લિંગ પર બીલીપત્ર ચઢાવવાં આ કારણે કરોડ કન્યાનાં દાન સમાન ફળ મળે છે. શિવલિંગ પર બીલીપત્રનું પૂજન કરવાના કારણે ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે તથા તમારા ઘરમાં સૌભાગ્ય નો વાસ થાય છે.

ભગવાન શંકર પર બીલીપત્ર ચઢાવવાં આ કારણે માત્ર ભગવાન શંકર જ નહીં પરંતુ ભગવાન શંકરના એક અંશ સમાન ભગવાન અનુમાન પણ તમારા ઉપર ખૂબ જ કૃપા વરસાવે છે અને તમારા ઘરમાં રહેલી બધી જ અશુરી શક્તિઓનો નાશ થાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તમારા કુટુંબ દ્વારા થયેલા દરેક પાપોનો નાશ થાય છે અને તમારા ઘરમાં પણ સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: