બાજરાની રોટલી ખાવાના ફાયદા જાણી તમે પણ અચંબિત થઇ જાસો


બાજરાની રોટલી ખાવાના ફાયદા જાણી તમે પણ અચંબિત થઇ જાસો

સામાન્ય રીતે દરેક ના ઘરમાં ઘઉં ની રોટલી જ બનતી હોય છે.પણ ભારત ના અમુક પ્રદેશ ની અંદર ઘઉં ની રોટલી ની જગ્યાએ બાજરાની રોટલી જમવાનું પસંદ કરે છે. બાજરો ખાલી પાચન પ્રક્રિયા ને સ્વસ્થ રાખવાનું જ કામ નથી કરતો પરંતુ તે ઘણા પ્રકારની બીમારીઓ થી પણ બચાવે છે.

બાજરો ખાવાના ફાયદા

ઉર્જા માટે

બાજરો ખાવા થી શરીર ને ઉર્જા મળે છે. આ ઉર્જા મેળવવા માટે નું એક ઉત્તમ સ્ત્રોત છે. આ સિવાય જો તમે વજન ઉતારવા ઈચ્છો છો તો પણ બાજરો ખાવો જોઈએ એ તમને વજન ઉતારવામાં મદદ કરશે. એના પાછળ નું કારણ એ છે કે બાજરો જમ્યા પછી તમને ભૂખ જલ્દીથી લગતી નથી એટલે તમારો વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

સ્વસ્થ હૃદય માટે

બાજરો તમારા શરીર ની અંદર કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.જેના લીધે કોલેસ્ટ્રોલ ને લગતી બીમારી થવાનો ભય ઓછો રહે છે.આ સિવાય તેમાં મેગ્નેસિયમ,પોતેસીયમ પણ સારા પ્રમાણમાં હોય છે.જે બ્લડપ્રેસર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પાચન ક્રિયા ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે

બાજરા ની અંદર ખુબજ વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયા ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. બજારો ખાવાથી અપચા ની સમસ્યા રહેતી નથી.

ડાયાબીટીસ થી બચાવે છે

ઘણાબધા આયુર્વેદિક પુસ્તકો ની અંદર લખવામાં આવ્યું છે કે બાજરો કેન્સર જેવી બીમારીથી પણ બચાવે છે અને આ ફક્ત કેન્સર પુરતું મર્યાદિત નથી પરંતુ જો બાજરાને નિયમિત પણ લેવામાં આવે છે ડાયાબીટીસ થવાની શક્યતા ઘટે છે.અને ડાયાબીટીસ હોય તેવા લોકો ને બાજારો ખાવાની સલાહ આપવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
33Source link

Like it.? Share it: