ફેશન માટે બાંધવામાં આવેલા દોરાઓ નું છે અનેરૂ મહત્વ


ફેશન માટે બાંધવામાં આવેલા દોરાઓ નું છે અનેરૂ મહત્વ

આજના સમયમાં ફેશન ના નામ પર લોકો કોઈપણ વસ્તુ પહેરી લેતા હોય છે, અને જો હાલનો લેટેસ્ટ ટ્રેન્ડ જોવામાં આવે તો લોકો પોતાના હાથમાં રંગબેરંગી કલર ના દોરા બાંધી લેતા હોય છે. અને ઘણી મહિલાઓ પોતાના પગની અંદર પણ કાળા કલરના દ્વારા બનતા હોય છે. અને તેને ફેશન નો એક ભાગ કહેતી હોય છે. પરંતુ આજે ફેશનના નામે બાંધવામાં આવતા જ્યોતિષશાસ્ત્ર અનુસાર અનેરૂ મહત્વ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો અમુક ખાસ રંગના દોરાઓ તમારા હાથની કલાઈ ઉપર અથવા તો પગ ઉપર બાંધવામાં આવે તો તમને અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારી કલાઈ ઉપર કેવા પ્રકારના દોરાઓ બાંધવાના કારણે તમને કેવા પ્રકારની અસર થઇ શકે છે, અને તેના કારણે તમને કેવા પ્રકારના ફાયદાઓ કે નુકસાન થઈ શકે છે.

ઘણા મંદિરની અંદર રંગબેરંગી કલરના દ્વારા તમારી કલાઈ ઉપર બાંધી દે છે, અને લોકો શોખ થી પોતાના હાથ પર આ પ્રકારના દોરાઓ બાંધતા હોય છે. હાથમા બાંધવામાં આવતા દરેક રંગના દોરા નું પોતાનું કાંઈક આગવું મહત્વ હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા હાથના કાંડા પર બાંધવામાં આવતા દરેક રંગના દોરા ના કારણે તમારા જીવન ઉપર કયા પ્રકારના પ્રભાવ પડી શકે છે.

 

લાલ રંગનો દોરો

લાલ રંગના ગુપ્તાને મંગળ ગ્રહની શાંતિ માટે બાંધવામાં આવે છે, અને મંગળ ગ્રહ માટે લાલ દોરો ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને મંગળ ગ્રહના દરેક દોષોને દૂર કરવા માટે લાલ દોરો હાથ ના કાંડા ઉપર બાંધવો જોઈએ.

 

પીળા રંગનો દોરો

પીળા રંગને ગુરુ ગ્રહ નો દોરો પણ માનવામાં આવે છે, અને ગુરૂ ગ્રહ માટે આ પીળો દોરો સૌથી શુભ માનવામાં આવે છે. જો તમારા હાથના કાંડા ઉપર પીળા રંગનો દોરો બાંધવામાં આવે તો તમારા ઉપર ભગવાન વિષ્ણુની કૃપા કાયમી માટે બની રહે છે, અને ગુરુ ગ્રહના કોઈ પણ દોષ હોય તો તે પણ દૂર થાય છે.

 

કાળા રંગનો દોરો

કાળા રંગના દોરા અને રાહુ, કેતુ અને શનિના દોરો માનવામાં આવે છે. આથી જો કોઈ પણ વ્યક્તિને રાહુ-કેતુ કે શનિના ગ્રહ નડતરરૂપ હોય તો તેવા પોતાના હાથના કાંડામાં આવા કાળા રંગનો દોરો બાંધો, તો તેને આ પ્રકારના ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ભગવાન હનુમાનની કૃપા પણ તેના પર બની રહે છે.

 

લીલા રંગનો દોરો

લીલા રંગને બુધ નો દોરો માનવામાં આવે છે. આથી જો કોઈ પણ વ્યક્તિને બુધ ગ્રહની કોઈપણ જાતની સમસ્યા હોય તો તે વ્યક્તિઓ પોતાના હાથના કાંડા ઉપર લીલા રંગનો દોરો બાંધો તો તેની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

 

બ્લૂ રંગનો દોરો

શનિદેવની કૃપા મેળવવા માટે લોકો પોતાના હાથના કાંડામાં બ્લૂ રંગનો દોરો બનતા હોય છે. જો હાથના કાંડામાં બ્લૂ રંગનો દોરો બાંધવામાં આવે તો શનિ દેવ ને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: