ફિલ્મોમાં ઉભેલી ટ્રેનને કેવી રીતે ચાલતી દર્શાવામાં આવે છે? જાણો તેણી આખી સીસ્ટમ.


દોડતો બોલીવુડ ફિલ્મોમાં ઘણા પ્રકારના રોલ હોય છે. અને ટ્રેન વાળા દ્રશ્યો લોકો પર ખાસ પ્રભાવ પડે છે. દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે અને ચેન્નાઈ એક્સપ્રેસ દ્વારા આ વાત સાબિત થઇ ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનમાં કોઈ પણ જાતના અકસ્માત વિના શુટિંગ કેવી રીતે થતું હશે. અને એ પણ ટ્રેન ખુબજ સ્પીડ માં જતી દર્શાવામાં આવતી હોય છે.

તેના માટે સૌથી પહેલા બનાવામાં આવે છે એક સેટ, જેમાં નકલી ટ્રેન બનાવામાં આવે છે. જેમાં થોડાકજ ડબ્બા હોય છે. અને ત્યાર બાદ ટ્રેન ની ચારે બાજુ ગ્રીન સ્કીન લગાવામાં આવે છે. જે પછી આસાનીથી એડિટ કરી શકાય છે. અને તેમાં કોઈ પણ વિદીઓને ગોઠવી શકાય છે.

ત્યારબાદ ટ્રેનને ચાલતી દેખાડવા માટે બહાર ઉભેલા લોકો કાચને ફેરવે છે જેના પર લાઈટનું ફોકસ કરેલું હોય છે. આ લાઈટ અંદર અટકી અટકીને પડે છે. જેનાથી એવું મહેસુસ થાય છે કે ટ્રેન ચાલી રહી છે.

ત્યારબાદ બારીની બહાર ઉભેલા લોકો મોટા મોટા પંખા નો ઉપયોગ કરીને અભિનેતા અને અભિનેત્રીના ચહેરા પર રાખે છે, જેમકે અહી તમે શાહરુખના ચહેરા પર જોઈ શકો છો. પંખાના કારણે તેના વાળ ઉડે છે. અને તેથી ટ્રેનનો ચાલવાનો અહેસાસ થાય છે.

હવે ફક્ત ટ્રેનનું હલવાનું બાકી છે. જે માટે ઘણા લોકોને ટ્રેનની આસ પાસ ઉભા રાખવામાં આવે છે, જે ટ્રેનને જોર જોરથી હલાવે છે. આ બધી તકનીકોનો ઉપયોગ કરીને એક ટ્રેન સીન નું શુટિંગ કરવામાં આવે છે. જે વાસ્તવમાં ટ્રેન ચાલતી હોય એવું આપણને પરદા પર દેખાડવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

ASource link

Like it.? Share it: