ફક્ત ૧૦ દિવસ માં નખ વધારવા માંગો છો, તો જરૂર કરો આ પ્રયોગ.


ફક્ત ૧૦ દિવસ માં નખ વધારવા માંગો છો, તો જરૂર કરો આ પ્રયોગ.

બધી છોકરીઓ ઈચ્છે છે કે તે બધી રીતે ખુબસુરત અને આકર્ષક દેખાય અને તે એ જુએ છે કે એમના હાથની સુંદરતા નખના લીધે ચમકે છે એટલા માટે બધા એમના નખને મજબુત અને સુંદર બનાવવા માંગે છે. એનાથી તમારા હાથની સોંદર્ય વધે છે અને સારા સ્વાસ્થ્યની સ્થિતિ દર્શાવે છે. તો આજે અમે તમને એવા નુસખા વિશે જણાવીશું જેનાથી નખને વધવામાં અને મજબુત બનવામાં ઘણી મદદ કરે છે, તો ચાલો જાણીએ આ પ્રયોગ વિશે.

 

સંતરાનો રસ

સંતરાનો રસ નખને વધારવા માટે ઘણો ફાયદાકારક છે કારણકે એમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે અને સંતરામાં રહેલા ફોલિક એસીડ નખને મજબુત બનાવવા માટે આવશ્યક છે.

સૌથી પહેલા દસ મિનીટ માટે સંતરાના રસમાં તમારા નખને પલાળો અને પછી ગરમ પાણીમાં ધોઈ લેવા, ત્યારબાદ તેને થોડી વાર સુકાવીને નખ પર કુદરતી મોઈશ્ચરાઈઝર લગાવવું. આ ઉપાયને નિયમિત ૧૦ દિવસ સુધી કરવો, જેનાથી નખમાં ઘણો ફરક જોવા મળશે.

 

સફેદ કોલગેટનો પ્રયોગ

નખને ચમકદાર બનાવવા માટે લીંબુના રસ અને કોલગેટનો ઉપયોગ કરવો. લીંબુમાં વિટામીન સી હોય છે, જે નખના વિકાસ માટે આવશ્યક છે. એક લીંબુના રસમાં એક ચમચી કોલગેટ મિક્ષ કરીને નખની સફાઈ કરવી. ૫ મિનીટ કરવાથી તમે તમારા નખની પીળાશ ને ગાયબ કરી શકો છો અને એમાં ખુબ જ ચમક જોવા મળશે.

 

નારિયેળ તેલનો પ્રયોગ

નારિયેળનું તેલ નખના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે. અનુભવીઓ નું કહેવું છે કે નારિયેળના તેલમાં એવા પોષક તત્વ હોય છે, જે નખને વધારવા માટે આવશ્યક છે અને તે નખને મજબુત પણ બનાવે છે. રાત્રે સુતા પહેલા હુફાળા ગરમ નારિયેળના તેલથી તમારા નખની ૪ થી ૫ મિનીટ સુધી માલીશ કરવી. ત્યાર પછી ૩ ચમચી નારિયેળ તેલ, ૩ ચમચી મધ અને ૫ ટીપા રોજમેરી તેલ મિક્ષ કરીને હુંફાળુ ગરમ કરવું અને નખને તેમાં પલાળવા. ૧૫ મિનીટ માટે નખ પલાળી રાખવા અને પછી સુઈ જવું, સવારે તમારા હાથને હુફાળા પાણીથી ધોઈ લેવા. અઠવાડિયામાં આ પ્રયોગ ૨ વાર જરૂર કરવો, જેનાથી ખુબ જ ઝડપથી ફાયદો જોવા મળશે.

આ પ્રયોગ સાથે સાથે સ્વસ્થ આહાર અને તાજા ફળોનું પણ સેવન કરવું તેમજ પ્રોટીન અને વિટામીનથી ભરપુર ખાદ્ય પદાર્થનું સેવન કરવું, જેનાથી નખ મજબુત રહે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
25Source link

Like it.? Share it: