ફક્ત એક મુઠ્ઠી માટી બદલી નાખશે તમારી કિસ્મત, જાણો કેવી રીતે.


ફક્ત એક મુઠ્ઠી માટી બદલી નાખશે તમારી કિસ્મત, જાણો કેવી રીતે.

માટી સાથે સંકળાયેલા અનેક ઉપાય છે, જે તમારા ખરાબ દિવસને સારા દિવસોમાં બદલી નાખવાની તાકાત રાખે છે. કિસ્મતના બંધ દરવાજા ખુલી જાય છે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ધનની વર્ષા થઇ શકે છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં જીવનની દરેક સમસ્યાનો સાર સમાયેલો હોય છે. આપણા ઋષિ મુનિઓના જીવન સાથે સંકળાયેલી એક- એક પરેશાનીનો અનુભવ કરીને એમની દિવ્ય દ્રષ્ટિથી સમાધાન કરેલું છે.

સમાધાનથી કિસ્મત બદલી શકાય છે. સમાધાન પણ એક એવો ઉપાય છે જે સામાન્ય વ્યક્તિ પણ તેને સરળ રીતે કરી શકે છે. તે એક એવો ઉપાય છે જે ખરાબ કિસ્મત એકદમ બદલી નાખશે. જોવામાં તે ઉપાય ખુબ જ નાનો છે, પરંતુ એમનો પ્રભાવ ખુબ જ મોટો છે. માટી સાથે સંકળાયેલ આ એક એવો ઉપાય છે, જે તમારા ખરાબ દિવસોને સારા દિવસોમાં બદલી શકવાની તાકાત રાખે છે. કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ધનની વર્ષા કરી શકે છે

જો આર્થિક રીતે તમે પરેશાન છો તો આ ઉપાયમાં તમારે ફક્ત માટી જ લેવાની છે આ માટી અલગ અલગ વૃક્ષના જડમુળથી કાઢવાની અને તમારી સમસ્યા માટે એને સબંધિત નક્ષત્રમાં જ આ પ્રયોગ કરવાનો છે, તો ચાલો જાણીએ કે કઈ સમસ્યાના સમાધાન માટે ક્યારે અને કેવી રીતે પ્રયોગ કરવાનો છે, ધનની પ્રાપ્તિ માટે.

 

આર્થિક સ્થિતિ માટે

જો આર્થિક રીતે તમે પરેશાન છો અને સખત મહેનત પછી પણ તમને એટલી આવક મળી નથી શકતી જેમાં તમારા પરિવારનું ભરણપોષણ નથી થઇ શકતું. આર્થિક તંગીના કારણે તમે પરિવારને સુખ સમૃદ્ધિ નથી આપી શકતા. તો આ પ્રયોગ તમારા માટે જ છે.

એના માટે ગુરુ પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય પહેલા સ્નાન કરીને પીપળાના વૃક્ષના મૂળ પાસેથી એક મુઠ્ઠી માટી કાઢી લેવી. માટી કાઢ્યા પહેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, વૃક્ષને પ્રણામ કરવા અને એમની આજ્ઞા લઈને માટી કાઢવી. સાથે એક પીળું કપડું લઇ જવું અને માટીને આ કપડામાં બાંધીને ચુપચાપ ઘરે જવું. ઘરે તમારા પુજાના સ્થાનમાં આ માટી પર ગંગાજળ છાંટીને એમનું પૂજન કરવું અને માળા ફેરવતા ‘ઓમ શ્રી’ મંત્રનો જાપ કરવો અને પછી આ માટીને તિજોરીમાં રાખી મુકવી. ધન સબંધિત સમસ્યા ૪૧ દિવસોમાં ઓછી થવા લાગશે.

 

કિસ્મત ચમકાવવા માટે

કિસ્મત જયારે સાથ નથી આપતી ત્યારે કોઈ પણ કામમાં સફળતા નથી મળતી. કિસ્મતને મનાવવા માટે કોઈ પણ માસના કૃષ્ણ પક્ષના દોષના દિવસે બિલ્લી પત્રના વૃક્ષની નીચેની એક મુઠ્ઠી માટી લીલા કપડામાં બાંધીને ઘરે લઇ જવી. આ માટીને કાચા દૂધ અને ગંગાજળ છાંટીને સ્નાન કરાવવું. એના પછી પીળા ચંદનથી એમની પૂજા કરવી. રુદ્રાક્ષની માળાથી ‘ઓમ શંભવાય નમઃ’ મંત્રની એક માળાનો જાપ કરવો અને આ માટીને તમારી તિજોરીમાં સાચવીને મૂકી દેવી. એનાથી તમારી કિસ્મતના બંધ દરવાજા ઝડપથી ખુલી જશે.

 

વહેલા લગ્ન કરવા માટે

જે કોઈ છોકરી કે છોકરાના લગ્ન નથી થઇ શકતા, ઉંમર વધતી રહે છે તો આ પ્રયોગ કોઈ પણ શુક્લ પક્ષ વાળા ગુરુવારના દિવસે કરવો. ગુરુ પુષ્ય નક્ષત્ર હોય તો વધારે સારું ગણાય છે. નહિ તો કોઈ પણ ગુરુવારના દિવસે આ પ્રયોગ કરવો જોઈએ.

ગુરુવારે સારું ચોઘડિયું જોઇને કેળાના વૃક્ષના મૂળમાંથી એક મુઠ્ઠી માટી કાઢીને એને પીળા કપડામાં બાંધીને ઘરે લઇ જવી. માટી કાઢ્યા પહેલા વૃક્ષ પાસેથી આજ્ઞા લેવી. માટીની પૂજા કરીને થોડી માટી ચાંદીના વાસણમાં ભરીને સાચવીને રાખવી. વધારાની માટીને સાચવીને પૂજા સ્થાન પર રાખી દેવી. દરેક ગુરુવારે આ માટીની પૂજા કરવી અને કેળાના વૃક્ષના મૂળમાં એક લોટો જળ ચડાવવું. જેનાથી ખુબ જ વહેલા લગ્ન કરવા માટેની કિસ્મત ખુલી જશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
18Source link

Like it.? Share it: