પ્લાસ્ટિક ની  બોટલના ઉપયોગથી આવી રીતે સુંદર બનાવો તમારા ઘર ના બગીચાનેપ્લાસ્ટિક ની  બોટલના ઉપયોગથી આવી રીતે સુંદર બનાવો તમારા ઘર ના બગીચાને

મિત્રો આપણા દરેક ના ઘર માં બહારથી લાવેલા ઠંડા પીણાની ખાલી બોટલો પડેલી જ હોય છે અને આવી બોટલોને આપણે નકામી સમજી ને ફેકી દઈએ છીએ, તો આજે અમે જણાવીશું વધારાની પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ આપણા બગીચાને શણગારવા માટે કેવી રીતે કરવો. તો ચાલો જોઈએ પ્લાસ્ટિક બોટલ થી બગીચાને શણગારવાની આસન અને શાનદાર પદ્ધતિઓ. જે તમારા બગીચાને ખુબ જ આકર્ષિત અને સુંદર બનાવી દેશે.

૧. આ પ્લાસ્ટિક બોટલ માંથી બનાવેલો ખુબ જ સુંદર પ્લાન્ટ પોટ છે, જે દેખાવમાં ખુબજ આકર્ષિત લાગી રહ્યો છે. દરેક લોકો પોતાના ઘરે પડેલી વધારાની બોટલ માંથી આ પ્રકારના પ્લાન્ટ પોટ બનાવી શકે છે. આ પ્રકારના પ્લાસ્ટિક બોટલ માંથી બનાવેલા પ્લાન્ટ પોટ આપણા બગીચામાં ખુબજ સારા લાગે છે અને તે બગીચાને એક આકર્ષક લુક આપે છે.

૨. આ ખુબ જ સારી ડીઝાઇન માં બનાવેલા પ્લાસ્ટિક બોટલ ના પ્લાન્ટ પોટ છે. જે ખુબજ આકર્ષક લાગી રહ્યા છે. આ પ્રકારની ડીઝાઇન આપણે ઘરેજ બનાવી શકીએ છીએ. અને તે ખરેખર ખુબજ સુંદર લાગવાની સાથે સાથે બનાવવા માં પણ ખુબજ આસન છે.

૩. પ્લાસ્ટિક બોટલ માંથી બનાવેલા આ પ્લાન્ટ પોટ બનાવવામાં બિલકુલ આસન છે. જેને આપણે આપણા બગીચાની સજાવટ માટે જાતેજ બનાવી શકીએ છીએ. આ પ્રકારના પ્લાન્ટ પોટ તમારા બગીચાની સજાવટ માં ચાર ચાંદ લગાવે છે.

૪. આ ખુબજ આસન રીતે પ્લાસ્ટિક બોટલ માંથી બનાવેલો સુંદર પ્લાન્ટ પોટ છે. જે દેખાવમાં પણ આંખોને ગમી જાય એટલો સુંદર લાગી રહ્યો છે. આ પ્રકારનો પ્લાન્ટ પોટ પણ તમે જૂની પ્લાસ્ટિક બોટલ માંથી ઘરેજ બનાવી શકો છો. આ પ્રકારના પ્લાન્ટ પોટ તમારા બગીચાની સાથે સાથે ઘરને પણ ખુબ સુંદર દેખાવ આપે છે.

ઘણા લોકો એવા હોય છે કે તેઓ પોતાના મનની શાંતિ માટે જયારે તેઓ સાવ ફ્રી હોય છે તેવા સમય માં કઈક ને કઈક નવું અથવા તો વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા હોય છે. આવું કરવાથી આપણને એક પણ રૂપિયાનો ખર્ચ નથી થતો અને ઉપરથી તે નકામી વસ્તુ નો આપણે ખુબજ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, તેમ જ આવું કઈક અલગ કરવાથી આપણા મન ને આનંદ પણ મળે છે. તો તમે પણ ટ્રાય કરો આવા પોટ બનાવવાનું. અને વધારાની બોતાલોને ઉપયોગ માં લો.


Post Views:
9Source link

Like it.? Share it: