પૂજામાં કપૂરની ગોટી નો કરો ઉપયોગ, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ.


પૂજામાં કપૂરની ગોટી નો કરો ઉપયોગ, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ.

હિન્દુ ધર્મની અંદર દેવી-દેવતાઓની પૂજા કરવા માટે ની આરતી ઉતારવામાં આવે છે અને તેની સામે દીપક પ્રગટાવવામાં આવે છે. દરેક હિન્દુ પોતાના દેવી-દેવતાઓની સામે અલગ-અલગ વસ્તુઓમાંથી ધૂપ-દીપ પ્રગટાવતો હોય છે. મોટાભાગના લોકોના ઘરમાં સફેદ કપૂરની ગોટી જોવા મળે છે અને ઘણા લોકો તેનો ઉપયોગ ભગવાનની સામે દીપક પ્રજ્વલિત કરવા માટે કરવામાં આવે છે.

પરંતુ કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે સફેદ કપૂરની આ નાની ગોટીની અંદર અપાર શક્તિ છુપાયેલી છે. હિન્દુ ધર્મની અંદર પૂજાપાઠ ઉપરાંત અનેક પ્રકારની તાંત્રિક વિધિઓમાં પણ આ કપૂરની નાની-નાની ગોટીઓ નો ઉપયોગ થતો જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રની અંદર આ કપૂરની ગોટીની વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે આ કપૂરની નાની એવી ગોટી થી તમારી દરેક મનોકામનાઓ કરી શકો છો.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસને માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસને ધનપ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો શુક્રવારના દિવસે કપૂરના અમુક ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમે પણ અપાર ધન પ્રાપ્ત કરી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કપૂરના અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

  • જો શનિદેવની કૃપા મેળવવી હોય તો શનિ યંત્ર બનાવી ત્યાર બાદ તેની સામે કપૂરને સળગાવવું અને ત્યારબાદ તે શનિ યંત્રને ધારણ કરવાથી શનિદેવની કૃપા તમારા ઉપર કાયમી માટે બની રહે છે.

  • તમારા ઘરમાં ધનની વૃદ્ધિ કરવા માટે બાર સાબુદાણા લઇ તેને સળગાવી દો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

  • જો ઘરમાં સુખ-સમૃદ્ધિ મેળવવી હોય તો ઘરની અંદર શ્રીયંત્રની સ્થાપના કરી ત્યારબાદ તેની સામે કપૂર નો દીવો કરવો. આમ કરવાથી તમારા ઘરની અંદર સુખ-સમૃદ્ધિનો વાસ થશે અને સાથે સાથે તમારા ઘરની અંદર ધન વૃદ્ધિ થશે.

  • જો ઘરમાં સૂર્યાસ્ત સમયે કપૂર સળગાવવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર માતા લક્ષ્મીનો વાસ થાય છે. અને સાથે સાથે ઘરમાંથી વ્યર્થ રીતે વપરાતા પૈસામાં પણ બચત થાય છે.

  • જો સૂર્યાસ્ત સમયે તમારા ઘરના બેડરૂમની અંદર કપૂર સળગાવવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલા દરેક રોગ દૂર થઈ જાય છે.

  • જો ગંગાજળની અંદર કપૂર ભેળવી ઘરના મુખ્ય દ્વાર ઉપર રાખી દેવામાં આવે અથવા તો તે પાણીનો છંટકાવ કરવામાં આવે, તો તેના કારણે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સાથે સાથે નકારાત્મક ઉર્જાઓ તમારા ઘરથી દૂર રહે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
49Source link

Like it.? Share it: