પતિ-પત્નીની અને બાળકોની ઉંમર વધારવા માટે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણી લો તેની વિધિ.


પતિ-પત્નીની અને બાળકોની ઉંમર વધારવા માટે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણી લો તેની વિધિ.

ગુરુવાર ને ભગવાન વિષ્ણુનો વાર ગણવામાં આવે છે. આ દિવસે જો કોઈ પણ ભક્ત પૂરી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરે તો ભગવાન વિષ્ણુ તેના ઉપર ખુશ થાય છે, અને તેને ઈચ્છિત વરદાન આપે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા ખૂબ જ આસાન છે, અને જો આ બંનેને એકસાથે ખુશ કરી દેવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે, અને સાથે સાથે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે

ગુરુવારના દિવસે ગુરુ ગ્રહ ભાગ્યનો કારક બનતો હોય છે આથી જો વ્યક્તિઓના કુંડળી ની અંદર ગુરુ ગ્રહની સ્થિતિ હોય અને સાથે સાથે તેનું ભાગ્ય તેનો સાથ ન આપતું હોય તો તેવા લોકો જો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આ રીતે પૂજા કરશે તો તેના કારણે ગુરુની કૃપા તે વ્યક્તિ ઉપર બની રહે છે, અને જેથી કરીને તે વ્યક્તિનું તેની પત્ની અને તેના બાળકો નું આયુષ્ય લાંબું થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારું આયુષ્ય લંબાવી શકો છો.

 

ભગવાન વિષ્ણુનો મંત્ર

 

ऊँ नारायणाय विद्महे, वासुदेवाय धीमहि, तन्नो विष्णु प्रचोदयात् 

 આ રીતે કરો મંત્રનો જાપ

 

  • ગુરૂવારના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી અને પીળા વસ્ત્ર ધારણ કરી લો.

 

  • ત્યાર બાદ ઘરની અંદર રહેલા ભગવાન ગણપતિની પૂજા કરો અને ભગવાન ગણપતિનું સ્નાન કરાવી અને તેને વસ્ત્ર અર્પણ કરો સાથે-સાથે તેના ઉપર ફુલ, ચોખા અને સુગંધી ચડાવો.

  • ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો.

 

  • ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે તેને સ્નાન કરાવી અને તેને આસન પર બિરાજમાન કરો. ત્યારબાદ તેને વસ્ત્ર અર્પણ કરો અને સાથે સાથે આભૂષણ પણ અર્પણ કરો.

 

  • ત્યારબાદ તેને સુગંધી ઉપરાંત પુષ્પ ચડાવી તેને તિલક કરો જરૂર જણાય તો અષ્ટગંધનો પણ ઉપયોગ કરી શકો છો.

  • ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે ધૂપ અને દીપ પ્રગટાવો અને પૂજા ની અંદર તલ નો ઉપયોગ કરો.

 

  • ત્યારબાદ શ્રદ્ધાનુસાર ઘી અથવા તો તેલનો દીવો કરો અને ભગવાન વિષ્ણુ સમક્ષ બેસી અને ઉપર બતાવેલ આ મંત્રનો 108 વખત જાપ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14Source link

Like it.? Share it: