પગમાં થયેલી કપાસી ને તરત જ દુર કરી દેશે આ ઘરેલુ નુસખા, જરૂર જાણો.


પગમાં થયેલી કપાસી ને તરત જ દુર કરી દેશે આ ઘરેલુ નુસખા, જરૂર જાણો.

નમસ્તે મિત્રો, આજના જમાનામાં ઘણાને પગમાં કપાસી થાય છે અને પગમા કપાસીની ઇજા થવી એ સામાન્ય વાત છે કારણ કે જ્યારે પગની ચામડી કઠણ થઇ જાય છે તો તે એક કપાસી બની જાય છે અને એ કપાસી તમને ચાલવા અને ફરવામા ખૂબ જ સમસ્યા ઉભી કરે છે અને ઘણી વાર તો તમને ચપ્પલ કે બુટ પહેરવા માટે ખુબ મુશ્કેલી થઇ જાય છે.

કપાસીમાંથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો કેટલીક અલગ અલગ પ્રકારની કેમિકલ્સ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ તેનાથી એમણે કોઇ ફરક પડતો નથી અને તે સમસ્યા ઓછી થવાના બદલે એમને વધતી જાય છે તો એ માટે તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો પણ ઉપયોગ કરીને આ કપાસીમાંથી રાહત મેળવી શકો છે. તો આજે અમે તમારા માટે એવા ઘરેલું નુસખા લઈને આવ્યા છીએ જેનાથી તમને ખુબ જ રાહત મળશે અને ફાયદો પણ થશે.

 

જેઠીમધ

કપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી(જેઠીમધ) એ કોઇ ઔષધીથી ઓછી નથી અને આને એક ચમચી જેઠીમધમા સરસવ તેલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી અને આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા તમારી કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લેવી અને ત્યાર પછી સવારે ઉઠીને નવશેકા પાણીથી કપાસી વાળા પગ ધોઇ લેવા અને થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી તમને આ સમસ્યામાંથી હંમેશા માટે રાહત મળશે.

 

સફેદ વિનેગર

સફેદ વિનેગર એ પણ પગની ઇજા એટલે કપાસીને સરળતાથી દૂર કરે છે એનો ઉપયોગ કોટનને રૂમા ડૂબાડીને તેને કપાસી પર લગાવો અને તેને લગાવીને ૩ થી ૪ કલાક સુધી રહેવા દો. પછી ધોઈ લેવું જેનાથી ખુબ જ ફરક જોવા મળશે.

 

ટી ટ્રી ઓઇલ

આ ટી ટ્રી ઓઇલમા ખુબ જ વધારે પ્રમાણમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે જે કપાસીને સારી કરી દે છે. આ ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરવા માટે એક રૂ લેવું અને તેમા ટી ટ્રી ઓઇલના ૩ થી ૪ ટીંપા ઉમેરી લેવા, ત્યાર પછી તેને કપાસી પર લગાવવું અને આખી રાત તેને લગાવી રાખવું, પછી સવારે તમારા પગ ધોઇ લેવા.

 

પપૈયુ

પપૈયુ એ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે માટે તેમા રહેલા આ એન્જાઇમ ગુણ ત્વચામાં રહેલા નકામાં કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. આ કપાસીથી તમારે રાહત મેળવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરવો જોઈએ અને કાચા પપૈયાના રસમા કોટનનું કપડું ડૂબાડીને કપાસી પર લગાવીને તેની પર આ પટ્ટી બાંધી લેવી અને તેને આખી રાત લગાવીને રાખવું અને સવારે પટ્ટી કાઢી નાખવી. આ ઉપાયો કરવાથી તમને થોડા જ દિવસમા આ સમસ્યામાંથી છુટકારો મળી જશે.

 

લસણ

લસણમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના ઘણા ગુણ રહેલા છે. આ કપાસીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે એક કામ કરવું પડશે, જેમ કે લસણની કળીને શેકી લેવી અને તેમા લવિંગ મિક્સ કરીને તેનો એક પાઉડર બનાવી લેવો અને તેને પગ પર જ્યાં કપાસી હોય ત્યાં લગાવીને તેના પર પટ્ટી બાંધી દેવી અને આખી રાત તેને રહેવા દેવું, જેનાથી તમને તરત જ રાહત મળી શકશે..

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
39Source link

Like it.? Share it: