નાની દિવાળી અને મોટી દિવાળી વચ્ચેનું અંતર કેટલું હોય છે ખબર છે?, નહિ? તો જરૂર જાણો.


નાની દિવાળી અને મોટી દિવાળી વચ્ચેનું અંતર કેટલું હોય છે ખબર છે?, નહિ? તો જરૂર જાણો.

નમસ્તે મિત્રો, નવેમ્બરના શરૂઆતીના દિવસોમાં જ તહેવાર ચાલુ થઇ ગયા છે. આ વખતે ૬ ઓકટોબર નાની દિવાળી અને ૭ ઓકટોબર મોટી દિવાળી છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું કે નાની દિવાળી અને મોટી દિવાળી, છે શું? બંને નામથી એક જેવા જ છે પરંતુ નાની અને મોટી દિવાળીનો મતલબ શું છે? તો ચાલો આજે અમે તમને આ કન્ફયુઝનને દુર કરવામાં મદદ કરીશું. તો ચાલો જાણીએ એના વિશે.

બંને દિવાળીમાં અંતર છે કે નાની દિવાળીને નરક ચતુર્દર્શી અથવા નરક ચૌદશ પણ કહેવાય છે.

બંને દિવાળીની પૂજામાં પણ અંતર હોય છે. મોટી દિવાળી પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, પરંતુ નરક ચતુર્દર્શી, જેને આપણે નાની દિવાળીના નામથી વધારે જાણીએ છીએ, એ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે એ દિવસે ભગવાન કૃષ્ણ એ નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે ચતુર્દર્શીનું નામ નરક ચતુર્દર્શીના નામ પર પડ્યું. શાસ્ત્રો મુજબ આ દિવસે પૂજા કરવાથી નરકથી મુક્ત એટલે કે નરક નિવારણના આશીર્વાદ મળે છે. એટલા માટે લોકો એમના ઘરમાં યમરાજની પૂજા કરે છે અને પોતાના પરિવારના લોકો માટે નરક નિવારણની પ્રાથના કરે છે. આ દિવસની ખાસ વાત એ હોય છે કે આ દિવસે પણ પૂજા અર્ચના કરવામાં આવે છે અને પાપથી બચવા માટે અને એને માફ કરવા માટે યમરાજ પાસે માફી માંગવામાં આવે છે.

કહેવાય છે કે નરક ચતુર્દર્શીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠવાથી ખુબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું જોઈએ. એ પછી ભગવાન કૃષ્ણની આરાધના કરવામાં આવે છે.

મોટી દિવાળીના દિવસે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી એશ્વર્ય અને વૈભવની પ્રાપ્તિ થાય છે, પરંતુ ધ્યાન રાખવું કે લક્ષ્મી માં ની એવી મૂર્તિ ન ખરીદવી જેનાથી માં લક્ષ્મી ઉલ્લુ પર બિરાજમાન હોય. એવી મૂર્તિને કાળી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.

લક્ષ્મી માતાની એવી મૂર્તિ લેવી જોઈએ જેમાં એ કમળ પર બિરાજમાન હોય. એમના હાથ વરમુદ્રામાં હોય અને ધનની વર્ષા કરતા હોય. ક્યારેય લક્ષ્મી માં ની એવી મૂર્તિ ન લેવી જેમાં તે ઉભી હોય. એવી મૂર્તિ લક્ષ્મી માં ના જવાની મુદ્રામાં માનવામાં આવે છે.


Post Views:
8Source link

Like it.? Share it: