નવરાત્રી વ્રત ના નિયમ : ભૂલ થી પણ ના કરવા નવરાત્રી દરમિયાન આ ૯ કામનવરાત્રી વ્રત ના નિયમ : ભૂલ થી પણ ના કરવા નવરાત્રી દરમિયાન આ ૯ કામ

નવરાત્રી વ્રત ના નિયમો:

 

હિંદુ ધર્મ માં નવરાત્રીનું મહત્વ ખુબ જ  છે. આ તહેવાર દુર્ગામાં ના નવ રુપોની પૂજા અર્ચના કરવાનો તહેવાર છે જે વર્ષ માં બે વાર આવે છે. એમાંથી એક નવરાત્રીને શારદીય નવરાત્રી અને બીજી નવરાત્રી ને ચૈત્ર નવરાત્રી કહેવાય છે. ચૈત્ર નવરાત્રી ની શરૂવાત ગરમીના દિવસો માં થાય છે અને એ જ દિવસે હિંદુ પંચાંગ નું નવું વર્ષ મનાવાય છે.

નવરાત્રી ના નવ દિવસ લોકો વ્રત રાખે છે અને દુર્ગા માની અલગ અલગ રૂપો ની પૂજા કર્યા બાદ છોકરીઓ પોતાનું વ્રત ખોલે છે. નવરાત્રીના આ નવ દિવસ ખુબ જ શુભ ગણાય છે એટલા માટે શાસ્ત્રોમાં તેના ખાસ નિયમો બનાવ્યા છે. નવરાત્રી વ્રતના નિયમનું પાલન કરીને આપડે દેવી માને પ્રસન્ન કરી શકાય છે અને તેમના પ્રિય ભક્ત બની શકાય છે. ચાલો જાણવી કે નવરાત્રીમાં ક્યાં નિયમો નું પાલન કરવું જરૂરી છે.

 

નવરાત્રી વ્રત ના નિયમો

શું તમે જાણો છો કે હિંદુ ધર્મ અનુસાર શાસ્ત્રોમાં નવરાત્રીના નવ દિવસ અમુક વસ્તુને અપવાદ રાખવામાં આવે છે અને અમુક વસ્તુને અનિવાર્ય બતાવામાં આવ્યું છે, એવું કેહવાય છે કે જો કોઈ વ્યક્તિ નવરાત્રી વ્રતના નિયમનું પાલન કરવાનું ભૂલી જાય છે તો તેને વ્રત નું પુણ્ય મળતું નથી અને પરિવાર ને કોઈ ને કોઈ મુશ્કેલી આવ્યા કરે છે.

 

શેવિંગ ના કરવું:

 

નવરાત્રીના નવ દિવસ જો તમે વ્રત રાખો છો અને પૂજા કરો છો તો શેવિંગ કરવું તમારા માટે વર્જિત છે, તેથી નવરાત્રીના નવ દિવસ દાઢી, મૂંછ કાપવી પાપ માનવામાં આવે છે એવું કરવા થી દેવી માં ક્યારેય ઘરમાં નિવાસ નથી કરતા.

 

નખ કાપવા:

નખ કાપવા એ માણસની એક સારી આદત છે, પરંતુ નવરાત્રીના નવ દિવસમાં નખ કાપવા જોઈએ નહિ.

 

ખાલી ઘર :

જો તમે નવરાત્રી માં કળશ અથવા મૂર્તિની સ્થાપના કરી છે તો તે દરમ્યાન ઘર ને એકલું ના મુકવું જોઈએ. એટલે કે ઘર ખાલી ના રાખવું જોઈએ.

 

ખાવું –પીવું :

નવ દિવસના આ સમયમાં તમારે લસણ, કાંદા અને માંસાહારી થી દુર રેહવું જોઈએ એ દિવસ માં સાત્વિક ભોજન નું સેવન તમારા માટે સારું સાબિત થાશે.

 

ચામડાની બનેલી વસ્તુ :

જો તમે નવરાત્રીનું વ્રત રાખેલ છે તો તે દરમ્યાન તમારે બેલ્ટ, ચપ્પલ અથવા ચામડા થી બનેલી કોઈ પણ વસ્તુ પેહરવી ના જોઈએ.

 

કાળા કપડા :

નવરાત્રી લાલ ચુંદડી અને ગુલાલ નો તહેવાર છે એવા માં કાળા કલરના કપડા પેહરવા અશુભ  માનવામાં આવે છે.

 

મીઠાનું સેવન :

નવરાત્રીના વ્રત દરમ્યાન તમે ખોરાક માં મીઠાં નો ઉપયોગ ભૂલ થી પણ નાં કરવો જોઈએ.

 

તંબાકુ, ધુમ્રપાન અને શરાબ થી દુર રહેવું:

નવરાત્રીના દિવસો ખુબ જ શુભ માનવામાં આવે છે એવામાં આ દિવસોમાં તંબાકુ અને શરાબ પીવું વર્જિત માનવામાં આવે છે.

 

દિલ દુખાવું :

યાદ રહે કે આ દિવસોમાં ભૂલ થી પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, ખાસ કરીને ઘરના વડીલ અને ઘરડાનું અપમાન ના કરવું જોઈએ.


Post Views:
13Source link

Like it.? Share it: