નવરાત્રી વ્રત દરમિયાન સ્વાદિષ્ટ અને સ્પેશિયલ ડાયેટ થી કરી શકો છો ૩ કિલો જેટલું વજન ઓછુ


નવરાત્રી વ્રત દરમિયાન સ્વાદિષ્ટ અને સ્પેશિયલ ડાયેટ થી કરી શકો છો ૩ કિલો જેટલું વજન ઓછુ

નવરાત્રી માં દેવીમાં ને ખુશ કરવા માટે પૂજા અને વ્રત કરીને પણ આપણે આપણું સ્વાસ્થય સારું રાખી શકીએ છીએ. નવરાત્રીના આ નવ દિવસ વજન ઓછુ કરવામાં પણ મદદ રૂપ થાય છે. આ ડાયેટ ને અનુસરીને તમે ૨ થી ૩ કિલો વજન ઓછુ કરી શકો છો. ઘણા લોકો ને વ્રત માં વધુ કેલેરી વાળું અને તળેલું ભોજન આરોગીને વજન વધી જવાની સમસ્યા રહે છે. પરંતુ આ ડાયેટ ચાર્ટ મુજબ ખોરાક લેવાથી ૧૦૦% વજન ઓછુ કરી શકાશે.

 

વજન ઘટાડે છે વ્રત નું ભોજન:

આ ૯ દિવસ દરમિયાન વધુમાં વધુ ફળો નું સેવન કરવું. ફાઈબર યુક્ત આહાર લઈને તમે આસાનીથી વજન ઘટાડી શકો છો.

 

પ્રથમ દિવસ:

નવરાત્રી ના પહેલા દિવસે ફરાળી લોટ માંથી બનાવેલ પરાઠા, દૂધ, એક શક્કરિયું, કાકડી અને પનીર ખાવું.

 

બીજા દિવસે:

બીજા દિવસે ૩૦ ગ્રામ અખરોટ અથવા બદામ, ફરાળી ભાત ના પુલાવ, કાકડી, દહીં, ફરાળી રોટલી, અને ૧૦૦ ગ્રામ બાફેલા શાકભાજી આટલી વસ્તુનું સેવન કરવું.

 

ત્રીજા દિવસે:

ઉપવાસના ત્રીજા દિવસ દરમિયાન દૂધ, બટાકાની ચાટ અથવા ફળો ની ચાટ, સાબુદાણા ની ખીચડી, દહીં, શિંગોડાના લોટ ની રોટલી, પનીર ચાટ અને પપૈયું ખાવું જોઈએ તેનાથી એનર્જી બની રહે છે.

 

ચોથા દિવસે:

એક વાટકી ફ્રુટ ચાટ, ૩૦ ગ્રામ પલાળેલી બદામ, શિંગોડાના લોટ ની બે રોટલી, પનીર નું શાક, પુલાવ અને દહીં ખાવું.

 

પાંચમાં દિવસે:

એક વાટકી ફ્રુટ ચાટ, ૫ પલાળેલી બદામ અથવા અખરોટ, ફરાળી રોટલી, દહીં, કોળા નું શાક અને એક સફરજન ખાવું.

 

છઠ્ઠા દિવસે:

નવરાત્રી ઉપવાસ ના છઠ્ઠા દિવસે સાંબા ની ઈડલી, દૂધ, ફરાળી રોટલી, પનીર ટમાટર નું શાક અને સલાડ નું સેવન કરવું.

 

સાતમાં દિવસે:

નવરાત્રી ના સાતમાં દિવસે ૩૦ ગ્રામ ડ્રાય ફ્રુટ, પપૈયા ચાટ, ફરાળી રોટલી, બાફેલા બટાકા, અને પનીર નું શાક ખાવું.

 

આઠમાં દિવસે:

ફ્રુટ ચાટ, કોળા નું શાક, સાબુદાણા ની ખીચડી, ફરાળી રોટલી, દહીં અને એક સફરજન ખાવું.

 

નવમાં દિવસે:

નવરાત્રીના છેલ્લા અને નવ માં દિવસે ૩૦ ગ્રામ અખરોટ અથવા પીસ્તા, એક વાટકી દહીં અથવા ફ્રુટ ચાટ, સાંબાના પુલાવ, રોસ્ટેડ બટાકા, અને દૂધ પીવું.

આમ, ઉપર જણાવ્યા પ્રમાણે ડાયેટ ચાર્ટ મુજબ ભોજાન ગ્રહણ કરવામાં આવે તો શરીર માં સ્ફૂર્તિ જળવાઈ રહે છે અને વજન પણ ઓછુ કરી શકાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: