નવરાત્રી વ્રતમાં બનાવો સ્વાદિષ્ટ બટાકાનો હલવો.


નવરાત્રી વ્રતમાં બનાવો સ્વાદિષ્ટ બટાકાનો હલવો.

લગભગ બધા લોકો નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત રાખે છે. જો તમે પણ વ્રત રાખો છો તો આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ બટાકાનો હલવો બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આ હલવો જોતા તરત જ બધાના મોં માં પાણી આવી જાય એવો છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે. તમે એને એકદમ સરળ રીતે ઘરે બનાવી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ હલવો બનાવવાની રેસિપી વિશે.

સામગ્રી

 • ઘી
 • બાફેલા બટાકા
 • ખાંડ
 • એલચી પાવડર
 • થોડી બદામ
 • કાજુ

 

સજાવટ માટેના કાજુ અને બદામ વગેરે.

બટાકાનો હલવો બનાવવાની રીત

 1. બટાકાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈ માં થોડું ઘી નાખીને ગરમ કરવું.
 2. પછી તેમાં બાફીને છુંદો કરેલા બટાકા નાખીને થોડી વાર હલાવવું અને બટાકા થોડા લાલ થાય ત્યાં સુધી ચડવા દેવા.
 3. ત્યાર પછી તેમાં ૨૦૦ મિલીલીટર દુધ, ૧૪૦ ગ્રામ ખાંડ અને અડધી ચમચી એલચી પાવડર નાખીને સરખી રીતે મિક્ષ કરવું.
 4. હલવાને એકધારું પાંચ થી સાત મિનીટ સુધી હલાવતા રહેવું, જેનાથી ખાંડ સરખી રીતે મિક્ષ થઇ જાય. ત્યાર બાદ તેમાં ૧૫ ગ્રામ બદામ, ૧૫ ગ્રામ કાજુ નાખીને ૩ થી ૫ મિનીટ સુધી ચડવા દેવું.
 5. પછી હલવાને એક બાઉલ અથવા પ્લેટમાં કાઢી લેવો. પછી તેમાં બદામ અને કાજુથી શણગારીને ગરમા ગરમ પીરસવો.

હવે તૈયાર છે સ્વાદિષ્ટ બટાકાનો હલવો. આ હલવાને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને ફરાળ સાથે પણ ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
42Source link

Like it.? Share it: