નવરાત્રીના પહેલા દિવસે કરી લેશો આ ઉપાય, તો જરૂર દુર થઇ જશે ઘરની ગરીબી.નવરાત્રીના પહેલા દિવસે કરી લેશો આ ઉપાય, તો જરૂર દુર થઇ જશે ઘરની ગરીબી.

નવરાત્રીમાં નવ દિવસ સુધી કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવેલ છે. જો પહેલા દિવસે જ આ એક વિશેષ પ્રકારનો ઉપાય કરવામાં આવે તો ઘરની ગરીબી દુર થઇ જાય છે. એના માટે એક વિધિ અને સમયનો વિશેષ રીતે ધ્યાન રાખવું પડે છે. આ બાબત રતલામના પૂર્વ રાજ પરિવારના જ્યોતિષ અભિષેક જોશીએ કહી હતી. તેણે નક્ષત્ર લોકમાં નવરાત્રીમાં કરવામાં આવતા ઉપાય અને ગરીબી કેવી રીતે દુર થાય તે વિષય પર કહ્યું હતું.

જ્યોતિષ જોશીએ જણાવ્યું કે દેવી દુર્ગાના નવ રૂપ હોય છે. નવ દિવસો સુધી માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાના નવ રૂપમાં સૌથી પહેલુ રૂપ શૈલપુત્રીનું છે. નવરાત્રીના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લેવાના કારણે એમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું.

 

શૈલપુત્રીની પૂજાની વિધિ-વિધાન

નવરાત્રીમાં નવ દિવસ વ્રત રહીને માતાની પૂજા ભક્તિની સાથે કરવામાં આવે છે. એવું એટલે કરવામાં આવે છે કારણકે અમુક લોકો નવરાત્રીમાં ફક્ત પહેલો અને છેલ્લો દિવસ વ્રત રાખે છે. જે લોકો નવ દિવસ વ્રત નથી રાખતા તે ફક્ત માતા શૈલપુત્રીનું પૂજન કરીને નવરાત્રીનું ફળ પામી શકે છે. પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા વિધિ વિધાન સાથે કરવા માટે સૌથી પહેલા તે જગ્યાને પહેલા સાફ કરવી અને તે લાકડીના એક છેડા પર માતા શૈલપુત્રીની તસ્વીર રાખવી. તેને શુદ્ધ જળથી સાફ કરવી. ચૌકી પર શ્રીગણેશ, વરુણ, નવગ્રહ, ષોડશ માતૃકા (૧૬ દેવી), સપ્ત ધૃત માતૃકા (સાત સિંદુરનો ચાંદલો લગાવવો) ની સ્થાપના પણ કરવી.

 

પૂજાની વિધિ

કળશ સ્થાપિત કરવા માટે લાકડી પર લાલ કપડું પાથરવું. પછી તેમાં શુદ્ધ જળ ભરવું, આંબાના પાંદડા લગાવવા અને ચૌકી પર ચાંદી, તાંબાના અથવા માટીના ઘડામાં જળ ભરીને એની ઉપર નારિયેળ રાખીને કળશ સ્થાપના કરવી. પછી તે કળશ પર આંગળીથી સાથિયાનું નિશાન બનાવવું. પછી તે કળશને સ્થાપિત કરવો. નારિયેળ પર ચુંદડી પણ બાંધવી. સોપારી, લવિંગ, ધી, પ્રસાદ વગેરેનો ભોગ ચડાવવો. મંત્રો દ્વારા માં શૈલપુત્રી સહીત બધા સ્થાપિત દેવતાઓ ની વિધિ વિધાનથી પૂજા કરવી. એમની પૂજામાં બધા તીર્થો, નદીઓ, સમુદ્રો, નવગ્રહો, દિશાઓ, નગર દેવતા સહીત બધા યોગીઓ ને પણ આમત્રણ કરવામાં આવે છે. માં શૈલપુત્રીનીકથા વાંચવી અને માં શૈલપુત્રના મંત્રનું ઉચ્ચારણ પણ કરવું.

 

શૈલપુત્રની કથા

દેવી દુર્ગાના નવ રૂપ હોય છે. દુર્ગાજી પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી ઓળખાય છે. તે જ નવદુર્ગામાં પ્રથમ દુર્ગા છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રૂપે ઉત્પન્ન થઇ એટલા માટે એમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું. આ પહેલા દિવસની ઉપાસનામાં યોગીઓ એમના મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે. ત્યાંથી જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે. એક વાર પ્રજાપતિ દક્ષે એક ખુબ જ મોટો યજ્ઞ કર્યો. તેમાં એમણે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ શંકરજીને આ યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. સતીએ જયારે સાંભળ્યું કે એના પિતા એક અત્યંત વિશાળ યજ્ઞ કરી રહ્યા છે ત્યારે સતીને ત્યાં જવાનું ખુબ જ મન થયું.

 

સતીને જવાથી રોક્યા હતા મહાદેવે

એમની એ ઈચ્છા એમણે શંકરજીને જણાવી. બધી બાબત પર વિચાર કરીને પછી શંકરીજીએ કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણે મારાથી નારાજ છે. એમના યજ્ઞમાં એમણે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું છે. એમનો યજ્ઞ ભાગ પણ સમર્પિત કર્યો છે, પરંતુ અમને જાણી જોઈને નથી બોલાવ્યા. કોઈ સુચના પણ ન મોકલી. આ સ્થિતિમાં તારું ત્યાં જવું એ કોઈ પણ પ્રકારની શ્રેષ્ઠતા નહિ ગણાય. શંકરજીના આ ઉપદેશથી સતીને કઈ ફર્ક ન પડ્યો. પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની વ્યગ્રતા ઓછી ન થઇ શકી. એમનો આગ્રહ જોઇને ભગવાન શંકરજીએ સતીને ત્યાં જવાની અનુમતી આપી.

 

કોઈએ ન કરી પ્રેમથી વાતચીત

સતીએ પિતાના ઘરે પહોચીને જોયું કે કોઈ પણ એમની સાથે આદર અને પ્રેમથી વાતચીત કરી રહ્યું નથી. ફક્ત એમની માતા જ પ્રેમથી એમને ગળે મળ્યા. પરિવારના આ વ્યવહારથી એમના મનને ખુબ જ દુખ પહોચ્યું. એમણે એ પણ જોયુ કે ત્યાં ભગવાન શંકરજી પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે એમના પ્રત્યે અમુક અપમાનજનક વચન પણ કહ્યા. આ બધું જોઇને સતીનું હદય ક્ષોભ અને ક્રોધથી હચમચી ઉઠ્યું. એમણે વિચાર્યું ભગવાન શંકરજીની વાત ન માની અને અહી આવીને મે ખુબ જ ખોટું કર્યું.

 

સહન ન થયું અપમાન

તે એમના પતિ શંકરના આ અપમાનને સહન ન કરી શકી. સતીએ એમના એ રૂપને ત્યાજ યજ્ઞ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું. આ દુખદ ઘટના સાંભળીને શંકરજીએ રુદ્ર અને એમના સાથીને મોકલીને દક્ષના યજ્ઞને પૂરી રીતે ભસ્મ કરાવી દીધો. સતીએ યોગાગ્ની દ્વારા એમના શરીરને ભસ્મ કરીને આગળના જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો. આ વખતે શૈલપુત્રીના નામથી પ્રખ્યાત થઇ. પાર્વતી અને હૈમવતી પણ એમના જ નામ છે. એક કથા મુજબ એમણે હૈમવતી સ્વરૂપથી દેવતાઓનું ગર્વ-ભંજન કર્યું હતું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
17Source link

Like it.? Share it: