દિવાળી પર ઘરે જ બનાવો ગરમા ગરમ સ્વાદિષ્ટ માલપુઆ..


દિવાળી પર ઘરે જ બનાવો ગરમા ગરમ સ્વાદિષ્ટ માલપુઆ..

દિવાળીના દિવસો પર બધા લોકો એમના ઘરમાં કંઇક ને કંઇક તો મીઠાઈ બનાવે જ છે. જો તમે આ વખતે કંઇક અલગ કરવા માંગો છો તો અમે તમારા માટે માલપુઆ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. એ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તમે એને આસાનીથી ઘરે બનાવી શકો છો, તો ચાલો જાણીએ માલપુઆ બનાવવાની રેસીપી વિશે.

સામગ્રી

 • મેંદો
 • મિલ્ક પાવડર
 • રવો
 • વરીયાળી
 • દૂધ
 • ખાંડ
 • પાણી
 • એલચી
 • તેલ તળવા માટે
 • સુકોમેવો ગાર્નિશ માટે

માલપુઆ બનાવવાની રીત

 • માલપુઆ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેંદો લેવો. પછી એમાં મિલ્ક પાવડર, રવો અને દૂધ મિક્ષ કરીને ઘાટું બનાવી લેવું.
 • પછી એમાં ૨૦ મિનીટ માટે ઢાંકીને રાખી દેવું.
 • ત્યાર પછી એક કડાઈમાં ખાંડ અને પાણી નાખીને ૫ મિનીટ સુધી ઉકાળવું.
 • એ પછી જયારે ખાંડ એકદમ સરખી રીતે મિક્ષ થઇ જાય ત્યારે એમાં એલચી પાવડર નાખીને સરખું મિક્ષ કરવું અને ઢાકીને મૂકી દેવું.
 • ત્યાર પછી કડાઈમાં તેલ ગરમ કરીને એમાં તૈયાર કરેલું એક ઘાટું મિશ્રણ નાખીને ફેલાવવું. પછી એને ધીમા તાપમાન પર ૧ મિનીટ સુધી તળવા દેવું.
 • પછી એને ફેરવીને બીજી બાજુ તળી લેવું. એવી રીતે બધા માલપુઆ તળી લેવા.
 • ત્યાર પછી માલપુઆને તૈયાર કરેલી ચાસણીમાં નાખીને ૫ મિનીટ સુધી ડુબાડી રાખવા.
 • ત્યાર બાદ ચાસણીમાંથી એક પ્લેટમાં કાઢી લેવા.

હવે બનીને તૈયાર છે ગરમા ગરમ માલપુઆ. પછી એને સુકામેવાની સાથે સર્વ કરવા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
30Source link

Like it.? Share it: