દિવાળી પર આ મંત્ર કરશે કામ, અપાવશે નોકરી, જીવનસાથી અને ઘણી બધી ખુશીઓ


દિવાળી પર આ મંત્ર કરશે કામ, અપાવશે નોકરી, જીવનસાથી અને ઘણી બધી ખુશીઓ

દિવાળી માં લક્ષ્મીનો સૌથી પ્રિય તહેવાર છે. તેમજ ગણેશજી અને શિવજીનો પણ આ ખાસ તહેવાર છે. તેથી ભગવાનની કૃપા મેળવવા આનાથી સારો દિવસ બીજો કોઈ ના હોઈ શકે. તો ચાલો જોઈએ ક્યાં મંત્ર નો જાપ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દુર કરી શકાય છે.

 

આર્થિક સમસ્યા:

જો તમારા જીવનમાં આર્થિક પરેશાની હોય તો દિવાળીના દિવસે ॐ श्रीं ह्रीं श्री कमले कमलालयै मम प्रसीद-प्रसीद वरदे श्रीं ह्रीं श्री महालक्ष्म्यै नम: અથવા ॐ श्रीं श्रियै नम: स्वाहा આ મંત્રનો જાપ કરવો આ મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યા દુર થઇ જાય છે.

 

મનની શાંતિ :

આજકાલની ભાગદોડ ભરી જિંદગી માં મનને શાંત રાખવું ખુબજ જરૂરી છે. પરંતુ જીંદગીમાં આગળ નીકળવાની દોડ માં અને ટેન્શનમાં આ વાતની ખબરજ નથી રહેતી. તો દિવાળી પર ॐ श्रीं क्रीं चं चन्द्रायनम: આ મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ મળશે અને સુકુન ભરી જિંદગી જીવી શકશો.

 

સંતાન પ્રાપ્તિ:

લગ્ન પછી પોતાના બાળકો હોય એવું દરેક દંપતી ઈચ્છતા હોય છે. પરંતુ, કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણા પ્રયાસો કરવા છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી થતી. એવા વ્યક્તિઓએ દિવાળીના દિવસે માં લક્ષ્મીની સામે ॐ ह्रीं ह्रीं हृं पुत्रं कुरु कुरु स्वाहा અથવા ॐ देवकी सुत गोविन्दं वासुदेव जगत्पते આ મંત્રોનો જાપ કરવો. આ મંત્ર દ્વારા જલ્દી સંતાન પ્રાપ્તિ થાય છે.

 

મનગમતા જીવનસાથી:

દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેમને મનગમતા જીવનસાથી મળે. છોકરીઓ મનગમતો જીવનસાથી મેળવવા ભગવાન શિવના વ્રત રાખતી હોય છે. પરંતુ જો તમે દિવાળીના દિવસે ‘ॐ देवेन्द्रणि नमस्तुभ्यं देवेन्द्र प्रिय भामिनि, विवाहं भाग्य मारोग्यं शीघ्र लाभं च देहिमे’ અથવા ‘ॐ कात्यायिनी महामाया, महा योगिन्यधीश्वरी नंद गोप सुतं देहि पति में कुरुते नम:’ આ મંત્રો નો જાપ કરશો તો જરૂર મનપસંદ જ્જીવ્ન્સથી મેળવી શકાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

Like it.? Share it: