દિવાળીના દિવસે ઘરની પહેલી રોટલી લાવશે ખુશીઓ, જાણો કેવી રીતે


આપણે નાના હતા ત્યારથી જોતા આવીએ છીએ કે આપણા વડીલો આપણને કહેતા હોય છે કે પેલી રોટલી ગાય ને આપવી અને ભારતમાં લગભગ દરેક ઘરમાં સવારે ચૂલો સળગે એટલે પેલી રોટલી ગાય અને કુતરા માટે બને છે. પરંતુ બદલાતા સમય પ્રમાણે અને લોકો પાસે સમયના અભાવના કારને લોકો આ રૂઢી બદલવા લાગ્યા છે. અને આજકાલ લોકો ગાયની રોટલી બનાવતા બંધ થઇ ગયા છે કારણકે લોકો ગાયની રોટલી શા માટે બનાવામાં આવતી તેણી પાછળનું સાચું કારણ નથી જાણતા હોતા.

શાસ્ત્રો પ્રમાણે પશુ પક્ષીઓ ને દાણા નાખવા ખુબજ પુણ્ય નું કામ માનવામાં આવે છે. એક પોરાણિક માન્યતા અનુસાર કબુતર ને ચણ નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. તે ઉપરાંત હિંદુ ધર્મમાં ગાયને પણ પૂજનીય માનવામાં આવે છે. તેણી સેવાથી વ્યક્તિ ના જીવનમાં અપાર ખુશીઓ આવે છે. ગાયની સેવાના રૂપે ઘણા લોકો ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવે છે. જેની પાછળનું કારણ અમે તમને અહી જણાવીશું.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દિવાળીના દિવસે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને અવશ્ય ખવડાવવી જોઈએ. દિવાળીના દિવસે પહેલી રોટલી હંમેશા ગાય માટેજ બનવી જોઈએ. ત્યારબાદ ઘરના દરેક સદસ્યો માટે રોટલી બનાવવી.

ગાય માં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એવી આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે. જયારે આપને ગાયને પહેલી રોટલી ખવડાવીએ છીએ ત્યારે બધાજ દેવી દેવતાઓ પ્રફુલ્લિત થઇ જાય છે. અને તે આપણી બધીજ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સાથેજ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેથી દિવાળીના દિવસે ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

ASource link

Like it.? Share it: