દાળનો સ્વાદ વધારવા માટે દાળની સાથે સ્ટફડ મસાલા લીલાં મરચાં.


દાળનો સ્વાદ વધારવા માટે દાળની સાથે સ્ટફડ મસાલા લીલાં મરચાં.

શેકેલા લીલા મરચા ખાવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ જ્યારે તેને મસાલેદાર બનાવી અને દાળની સાથે ખાવામાં આવે તો તેનો સ્વાદ જ કંઇક અલગ બની જતો હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ મસાલા લીલા મરચા.

સામગ્રી

  • ૧૦ નંગ લીલા મરચાં
  • 1 ચમચી ચણાનોલોટ
  • 2 ચમચા તેલ
  • બે ચપટી હિંગ
  • અડધી ચમચી આખું જીરૂ
  • અડધી ચમચી હળદર
  • 2 ચમચી ધાણાજીરુ પાઉડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી આમચૂર મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ લીલા મરચાને બરાબર ધોઈ લઈ અને તેની નસો કાઢી લો ત્યારબાદ તેના લાંબા સીધા કરી લો.
  2. એક વાસણની અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર હિંગ અને જીરાનો વઘાર કરો.
  3. જ્યારે જીરૂં બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર હળદર ઉમેરો અને ઉપરથી ચણાનો લોટ ઉમેરી ધીમે ધીમે શેકી લો.
  4. ત્યારબાદ તેની અંદર ધાણાજીરું પાઉડર ઉમેરી અંદાજે 2 મિનીટ સુધી પાકવા દો.
  5. હવે ઉપરથી આમચૂર પાઉડર ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
  6. ત્યારબાદ એકબીજા વાસણની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર લીલા મરચાં રાખી તેને બરાબર શેકી લો.
  7. અંદાજે ૨ થી ૩ મિનિટ સુધી બરાબર ફગાવ્યા બાદ આ મરચાને અગાઉથી બનાવેલા ચણાના મિશ્રણ ની અંદર ઉમેરી અને બરાબર હલાવી લો.
  8. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મસાલા લીલા મરચા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
71



Source link

Like it.? Share it: