દસ વર્ષ સુધી માછીમાર ના પલંગ નીચે પડી રહી આ વસ્તુ સત્ય સામે આવતા બન્યો કરોડપતિ.દસ વર્ષ સુધી માછીમાર ના પલંગ નીચે પડી રહી આ વસ્તુ સત્ય સામે આવતા બન્યો કરોડપતિ.

દરેક લોકો પોતાની કિસ્મત માં વિશ્વાસ રાખતા હોય છે. કેમકે કિસ્મત એક એવી વસ્તુ છે કે જે કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય બદલાવી શકે છે. તે કોઈપણ વ્યક્તિનું જીવન બનાવી પણ શકે છે અને કોઈ પણ વ્યક્તિનું જીવન બગાડી પણ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા એક માછીમાર ની કહાની કે જેને એક સામાન્ય દેખાતા પથ્થરના ટુકડા એ રાતોરાત બનાવી દીધો કરોડપતિ.

આ પથ્થર માછીમારના પલંગની નીચે અંદાજે ૧૦ વર્ષથી પડ્યો હતો. ફિલિપાઇન્સના આ માછીમારે આ બાબત પર ક્યારેય ધ્યાન આપ્યું ન હતું અને જ્યારે તેને સત્ય હકીકત ની ખબર પડી કે રાતોરાત તે કરોડપતિ બની ગયો. તમને પણ પ્રશ્ન થશે કે હકીકતમાં માછીમાર પાસે એવી કઇ વસ્તુ હતી કે જેણે તેને દસ વર્ષ સુધી ન ઓળખી શક્યો અને દસ વર્ષ પછી તે રાતોરાત કરોડપતિ બની ગયો.

માછીમાર દસ વર્ષથી જે વસ્તુને એક સામાન્ય એવો પથ્થર માનતો હતો હકીકતમાં તે પથ્થર એક ખૂબ જ વિશાળ આકારનું મોતી હતું માછીમારને જ્યારે ખબર પડી કે તેની પલંગ નીચે રહેલું આ વસ્તુ પથ્થર નહીં પરંતુ એક ખૂબ જ કીમતી મોતી છે ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો અને ત્યારબાદ તેણે આ મોતીને 670 કરોડમાં વેચ્યું.

તમને પ્રશ્ન થશે કે માછીમાર પાસે આ પથ્થર આવ્યો ક્યાંથી હકીકતમાં આ વાત પાછળ પણ એક કહાની જોડાયેલી છે. ફિલિપાઈન્સમાં રહેતો આ માછીમાર વર્ષ 2006માં દરિયામાં માછલી પકડવા ગયો હતો એ દરમિયાન દરિયામાં તોફાન આવવાના કારણે તેની ફિશ બોટ ડૂબી ગઇ હતી અને ત્યારે તેને આ પથ્થર મળ્યો હતો અને આ પથ્થર ના સહારે જ તે એ તુફાન માંથી જીવતો બચી ને દરિયાની બહાર નીકળી આવ્યો હતો.

જે તે સમયે માછીમારે આ પથ્થરને જોયો ત્યારે તેને પથ્થરની સુંદરતા ખૂબ જ ગમી હતી અને આથી જ તે આ પથ્થરને પોતાના ઘરે લઈ આવ્યો. જ્યારે એક વખત આ માછીમારના ઘરમાં આગ લાગી ત્યારે તેણે પોતાના ઘરમાં રહેલું આ પથ્થર બહાર પણ રાખી દીધો હતો અને જ્યારે ત્યાંથી પસાર થતા એક ટૂરિસ્ટની નજર આપતા પર પડી ત્યારે તેણે જણાવ્યું કે આ સામાન્ય પથ્થર નથી પરંતુ એક મોતી છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
17Source link

Like it.? Share it: