દરેક શાકનો સ્વાદ બની જશે લાજવાબ જ્યારે બનાવશો આ રીતે ગ્રેવી



દરેક શાકનો સ્વાદ બની જશે લાજવાબ જ્યારે બનાવશો આ રીતે ગ્રેવી

નમસ્કાર મિત્રો જ્યારે આપણે કોઇપણ પ્રકારનું પંજાબી શાક બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે તેની અંદર  ગ્રેવી નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત અનેક પ્રકારના શાકની અંદર કોઇને કોઇ જગ્યાએ આપણે ગ્રેવી નો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જો ગ્રેવીનો સ્વાદ બરાબર હોતો નથી તો તો આખા શાકનો સ્વાદ વિખાય જાય છે. આથી જ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ ગ્રેવી બનાવવાની રેસીપી કે જે તમારા દરેક શાકને બનાવી દેશે એકદમ સ્વાદિષ્ટ.

સામગ્રી

  •  એક કપ મલાઈ
  • ૨ ચમચી માખણ
  • બેથી ત્રણ ટમેટા
  • ૧ થી ૨ લીલા મરચાં
  • એક આદું નો કટકો
  • એક ચમચી ઘી
  • એક ચમચી ધાણાજીરુ પાઉડર
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચી ગરમ મસાલો

બનાવવાની રીત

  1.  સૌપ્રથમ ટમેટા, લીલા મરચા અને આદુ ને એકદમ બારીક પીસી લો અને ત્યારબાદ એક કડાઈ ની અંદર તેલ અથવા તો ઘી ગરમ કરવા માટે મૂકી દો અને તેની અંદર જીરું તથા હળદરનો પાઉડર અને ધાણાજીરું પાવડર ઉમેરી બરાબર શેકી લો.
  2.  જ્યારે મસાલા શેકાતા હોય ત્યારે તેને સતત હલાવતા રહેવું જેને કારણે મસાલાની અંદર દાઝ ન પડે. ત્યારબાદ તેની અંદર ટમેટા, લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરી બરાબર શેકી લો.
  3.  હવે તેની અંદર એક વાટકો જેટલી મલાઈ અને માખણ ઉમેરી બરાબર હલાવતા રહો અને જ્યારે મસાલા બરાબર પાકી જાય ત્યારબાદ ગ્રેવીને જેટલી પાતળી બનાવી હોય તેટલું તેની અંતર પાણી અથવા તો તેલ ઉમેરી દો.
  4.  હવે છેલ્લે ગ્રેવી ની અંદર સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી અંદાજે એક મિનીટ સુધી પાકવા દો. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગ્રેવી  જે તમારા દરેક શાકનો સ્વાદ વધારી દેશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12



Source link

Like it.? Share it: