દરરોજ ખાવ માત્ર ચાર કાળા મરી થશે આ અનેક ફાયદાઓ


દરરોજ ખાવ માત્ર ચાર કાળા મરી થશે આ અનેક ફાયદાઓ

સામાન્ય રીતે રસોડાની અંદર રસોઈનો સ્વાદ વધારવા માટે આપણે કાળા મરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે કાળા મરીને આખા તીખા તરીકે પણ ઓળખીએ છીએ આયુર્વેદિક દ્રષ્ટિએ આ કાળા મરી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. સામાન્ય રીતે તે સ્વાદમાં ખૂબ જ તીખા હોય છે.

જો આ કાળા મરી નો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ વધુ પડતાં કારા મળી નુ સેવન તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે યોગ્ય રીતે દરરોજ ત્રણથી ચાર કાળા મરીનું સેવન કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કાળા મરી નામ કેવા ફાયદા ઓ કે જે તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

 

તણાવમાં

તીખા ની અંદર પીપરાઈન નામનું દ્રવ્ય મોજુદ હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલું ડિપ્રેશન ઓછું થાય છે. જો દરરોજ કોઈ પણ વ્યક્તિ 3 થી 4 નંગ આખા તીખા ખાશે તો તેના સ્ટ્રેસના લેવલમાં ઘટાડો આવશે અને તેને માનસિક શાંતિ મળશે.

 

ચામડી ના રોગો માં

જો તમારા શરીર પર પણ નાના-નાના ફોડલાઓ થયા હોય તો એ સમસ્યાને દૂર કરવા માટે કાળા મરી સૌથી ઉત્તમ ઔષધ સાબિત થાય છે. જો દરરોજ રાત્રે સૂતી વખતે આ કાળા મરીનું સેવન કરવામાં આવે તો તમારા ચામડીને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

 

દાંતની સમસ્યામાં

કાળા મરી ની અંદર અમુક એવા તત્વો હોય છે કે જે તમારા દાંતને લગતી દરેક સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી સાબિત થતા હોય છે. જો દરરોજ 3 થી 4 નંગ કાળા મરીનું સેવન કરવામાં આવે તો તમારા પેઢા થી માંડીને દાંત સુધીની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને તમારા દાંત પણ મજબૂત બને છે આ માટે તમે કાળા મરી સિંધવ મીઠું બંનેનું મિશ્રણ કરી અને તેના ઉપયોગથી તમારા દાંતોમાં મસાજ પણ કરી શકો છો.

 

હેડકી આવવા માં

ફૂદીનાના 30 પાન લઈ તેની અંદર બે ચમચી વરિયાળી અને કાળા મરી અને બરાબર પીસીને એક ગ્લાસ પાણી ની અંદર ઉકાળી લો. અને ત્યાર બાદ એડકી આવતી વખતે જો આ મિશ્રણનું સેવન કરવામાં આવે તો માત્ર થોડા સમયની અંદર તમારી સમસ્યા બંધ થઈ જાય છે.

 

ગેસ અને એસીડીટી માં

આજના સમયમાં બદલાતા જતા ખાણીપીણીના કારણે લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યામાં વધારો થતો જાય છે. પરંતુ જો તમે રેગ્યુલર રીતે દરરોજ ત્રણથી ચાર જેટલા કાળા મરીનું સેવન કરશો તો તમારા પેટને લગતી સમસ્યાઓ દૂર થશે. અને સાથે સાથે તમને ગેસ અને એસીડીટી ની સમસ્યાઓમાંથી પણ રાહત મળશે.

 

કેન્સરમાં

મહિલાઓ માટે આ કાળા મરીનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમકે કાળા મરી ની અંદર વિટામિન સી એ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમને કેન્સર થતા અટકાવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
29Source link

Like it.? Share it: