ત્વચા-એલર્જી ની સમસ્યા ને જડમૂળ થી દુર કરશે આ ફળો, જાણો આ ઉપયોગી ફળ વિશે.


ત્વચા-એલર્જી ની સમસ્યા ને જડમૂળ થી દુર કરશે આ ફળો, જાણો આ ઉપયોગી ફળ વિશે.

મિત્રો ફળો નું સેવન કરવું આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ફળ નું સેવન કરવાથી શરીર ને ઘણા પોષક તત્વો મળે છે. અને ઘણી બધી બીમારીઓ થી છુટકારો મળે છે. આજ-કાલ દિવસ દરમિયાન ની ઉડતી માટી અને ધૂળ તેમજ પ્રદુષણ થી લોકોને એલર્જી ની સમસ્યા થાય છે. આ એક સામાન્ય બીમારી છે. પરંતુ લાંબા સમય સુધી આ બીમારી રહેવાથી વ્યક્તીને ઘણી બધી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રકારની દવાઓનું સેવન કરતા હોય છે. પરંતુ દવાથી કોઈ વધુ ફાયદો મળતો નથી.

આજે અમે કેટલાક એવા ફળો વિશે જણાવીશું જે ત્વચાની એલર્જી ની સમસ્યાથી છુટકારો અપાવે છે. તો ચાલો જાણીએ એ ફળો વિશે જે ત્વચા એલર્જીની સમસ્યા ને મૂળ માંથી નાશ કરે છે.

 

કીવી:

કીવી એ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપુર માત્રા માં મળે છે. જે ત્વચા એલર્જી ની સમસ્યા દુર કરવામાં ખુબ જ મદદ કરે છે. તે ઉપરાંત સંતરા અને મોસંબી જેવા ખાટા ફળો નું સેવન પણ ત્વચા એલર્જી ની સમસ્યા દુર કરે છે.

 

અનાનસ:

અનાનસ માં ભરપુર માત્રા માં બ્રોમલીન એન્જાઈમ હોય છે. જે અસ્થમા ના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થાય છે. તે ઉપરાંત અનાનસ નું સેવન કરવાથી ત્વચા એલર્જીની સમસ્યા પણ દુર થઇ જાય છે.

 

સફરજન:

દરરોજ એક સફરજન ખાવાથી શરીરમાં ઈમ્યુંનીટી વધે છે. અને શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સફરજનને છાલ સાથે ખાવાથી ત્વચા એલર્જી ની સમસ્યા દુર થાય છે. કારણ કે સફરજન ની છાલ માં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે સ્કીન એલર્જીને ઝડપથી દુર કરે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16



Source link

Like it.? Share it: