તુલસીના પાનને ક્યારેય ચાવીને ના ખાવા જોઈએ, જાણો તેની પાછળનું કારણ


તુલસીના પાનને ક્યારેય ચાવીને ના ખાવા જોઈએ, જાણો તેની પાછળનું કારણ

હિંદુ ધર્મમાં જણાવ્યા મુજબ તુલસીની પૂજા કરવામાં આવે છે. તેને એક દેવીના રૂપમાં માનવામાં આવે છે. અને ભારત ના દરેક ઘરમાં તુલસીનો એક છોડ હોયજ છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો આ વાતનું ધ્યાન ન રાખવાથી થઇ શકેછે ખુબજ નુક્શાન.

ફક્ત આટલી વાતોનું ધ્યાન રાખવાથી તમારા ઉપર ભગવાનની અસીમ કૃપા બની રહેશે અને પરિવારના લોકો સ્વસ્થ રહેશે. તેમજ પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. હિંદુ ધર્મની પૂજામાં તુલસીનું ખાસ મહત્વ છે કારણ કે તુલસીને પવિત્ર અને પૂજનીય ગણાય છે

તો ચાલો જાણીએ કઈ છે એ વાત જેનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે? તુલસીને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી હંમેશા સકારાત્મક વાતાવરણ બની રહે છે.

તુલસીના પાન અગિયારસ, રવિવાર અને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના દિવસે ક્યારેય ના તોડવી જોઈએ. તુલસીનો ઉપયોગ પૂજામાં થાય છે, પરંતુ શિવજીની પૂજામાં ક્યારેય તુલસીના પાનનો ઉપયોગ ના કરવો જોઈએ કારણકે તેના ઉપયોગથી તેનું ફળ મળતું નથી.

સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. આયુર્વેદમાં પણ તુલસીના છોડને સંજીવનીની બુટ્ટી માનવામાં આવે છે.

તુલસીને ક્યારેય ચાવીને ના ખાવી જોઈએ, પરંતુ તેના પાન સીધા ગળી જવા જોઈએ. તુલસીના છોડમાં પારા હોવાથી દાંતને નુકશાન પહોંચાડી શકે છે, તેમજ તુલસીના પાનનો ઉકાળો બનાવીને પણ પીય શકાય છે અને તેને ચા બનાવામાં પણ નાખી શકાય છે ટે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

આપણા ઘર-આંગણે તુલસીનો છોડ રોપવાથી ઘણા વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પર શુભ અસર થાય છે તેથી ઘરે તુલસીનો છોડ વાવવો જોઈએ અને દરરોજ તેની પાસે દીવો કરવો જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
38Source link

Like it.? Share it: