તુલસીના છોડની બાજુમાં ભૂલથી પણ ના  રાખવી આ વસ્તુઓ, નહિતર આવી શકે છે મુસીબતોનો પહાડ.


તુલસીના છોડની બાજુમાં ભૂલથી પણ ના  રાખવી આ વસ્તુઓ, નહિતર આવી શકે છે મુસીબતોનો પહાડ.

ઘરમાં તુલસીના છોડ રાખવાથી ઘરમાં ખુશાલી જળવાઈ રહે છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખુબજ છે. સાથે સાથે તેમાં ઘણા બધા ઔષધીય ગુણોપણ રહેલા છે. તુલસીના પાન થી આપને ઘણી બધી બીમારીઓ થી બચી શકાય છે. જે ઘરમાં નિયમિત તુલસીની પૂજા થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવીશું જેને ભૂલથી પણ ના કરવી જોઈએ. ચાલો જોઈએ તે બાબતો વિશે.

ઘરમાં વાવેલ તુલસીના છોડની આજુ બાજુ ભૂલથી પણ ભીના કપડા ના સૂકવવા, તેનાથી ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાને નુકશાન થાય છે. તે ઉપરાંત તુલસી માતા પણ નારાજ થઇ જાય છે.

જો તમારા ઘરે અથવાતો આંગણામાં તુલસીનો છોડ લગાવેલો છે તો, તમારે તેની આજુ બાજુની જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી ખુબજ જરૂરી છે. જો આવું ના કરીએ તો ઘરમાં અશાંતિ આવે છે. તેમજ આર્થિક તંગી નો સામનો કરવો પડે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

મોટાભાગના લોકો તુલસીની બાજુમાં ગણેશજીની મૂર્તિ અથવા તસ્વીર રાખતા હોય છે. જે ખુબજ અશુભ માનવામાં આવે છે. તેના કારણે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી ક્યારેય આવું ના કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

જો તમે નિયમિત રીતે તુલસીના છોડ ની પૂજા કરો છો, તો તેનાથી તમને શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે. તેની સાથેજ સાફ સફાઈ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તુલસીના છોડ પાસે ક્યારેય બુટ ચપ્પલ ના ઉતારવા જોઈએ તે ખુબજ અશુભ માનવામાં આવે છે. જો તમે આવી ભૂલ કરો તો તમારા ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ થતો નથી આવું કરવાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઇ જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
70Source link

Like it.? Share it: