તહેવારની સીઝનમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ ભાખરવડી આ છે તેની રેસિપી


તહેવારની સીઝનમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ ભાખરવડી આ છે તેની રેસિપી

નાસ્તાનું નામ પડતાં જ ઘણા બાળકો ના મો માં પાણી આવી જતું હોય છે, અને તેમાં પણ જો ભાખરવડી ની વાત કરવામાં આવે તો તે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો દરેકને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ઘણી વખત મહિલાઓ એવી ફરિયાદ કરતી હોય છે કે બજારમાંથી મળતી ભાખરવડી જેવી ભાખરવડી તે ઘરે બનાવી શકતી નથી. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો બજારમાં મળતી ભાખરવડી જેવી જ ભાખરવડી તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

 • 1 કપ ચણાનો લોટ
 • 1 કપ ઘઉંનો લોટ
 • ૩ મોટા ચમચા તેલ

ભરવા માટે :-

 • એક મોટી ચમચી સફેદ તલ
 • 1 મોટી ચમચી ખસખસ ના બી
 • એક ચમચી આખા ધાણા
 • એક ચમચી સૂકા નાળિયેરનો ભૂકો
 • ચારથી પાંચ આખી લાલ મરચી
 • અડધી ચમચી હળદર પાઉડર
 • અડધી ચમચી ગરમ મસાલો
 • અડધી ચમચી આમચૂર પાવડર
 • 1 મોટી ચમચી ખાંડ
 • એક ચમચી વરિયાળી
 • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત :-

 1. સૌપ્રથમ ચણાના લોટને એક વાસણમાં લય તેની અંદર થોડું મીઠું ઉમેરો અને તેલ ઉમેરી તેનો એકદમ કડક લોટ બાંધી લો અને ત્યાર બાદ એ કપડા ની અંદર તેને લપેટીને અંદાજે ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાખી દો જેથી કરીને લોટ એકદમ નરમ બની જાય.
 2. ત્યારબાદ એક કડાઈ ની અંદર વરીયાળી, જીરૂ, લાલ મરચું અને ધાણાને સુકે સૂકા શેકી લો. ત્યારબાદ તેની અંદર તલ અને ખસખસના બીજ ઉમેરી સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો, અને ત્યારબાદ તેની અંદર નાળીયેરનો ભૂકો પણ ઉમેરી તેને પણ 30 સેકન્ડ સુધી બરાબર છે. ત્યારબાદ ગેસ બંધ કરી આ બધી જ સામગ્રીને ઠંડી થવા માટે રાખી દો.
 3. જ્યારે આ બધી જ વસ્તુઓ ઠંડી થઈ જાય ત્યારબાદ એક મિક્સર ની અંદર બધી વસ્તુઓ ને ઉમેરી અને તેનો બારીક પાવડર કરી નાખવો. ત્યારબાદ તેની અંદર ખાંડ સ્વાદાનુસાર મીઠું, આમચૂર પાવડર, હળદર, ગરમ મસાલો વગેરે મસાલા ઉમેરી એકદમ બારીક પીસી લો.
 4. ત્યારબાદ આ મિશ્રણને ત્રણ ભાગ ની અંદર વહેંચી લો અને લોટને પણ ત્રણ સરખા ભાગ ની અંદર વહેંચી લો અને ત્યારબાદ એક ભાગમાંથી એક મોટી રોટલી વણી લઇ તેની અંદર આ મસાલો ફેલાવી દો.
 5. હવે આ રોટલી નું ગોળ રોલ વાળી તેના નાના નાના ટુકડા કરી લો અને એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે આ ભાખરવડી ના ટુકડા ને તેની અંદર કરી લો.
 6. જ્યારે ભાખરવડી એકદમ સોનેરી રંગની અને કડક થઈ જાય ત્યારે તેને તેલની અંદર થી બહાર કાઢી લો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ભાખરવડી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: