તમારી રાશિ અનુસાર મનાવો ગણેશોત્સવ દરેક લોકોની મનોકામનાઓ થશે પૂરી


તમારી રાશિ અનુસાર મનાવો ગણેશોત્સવ દરેક લોકોની મનોકામનાઓ થશે પૂરી

ભારત દેશની અંદર ગણેશોત્સવને ધૂમધામથી મનાવવામાં આવે છે. ભારત દેશના મોટાભાગના લોકો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની પ્રતિમાને પોતાના ઘરમાં લાવી અને તેની સ્થાપના કરે છે, અને ત્યારબાદ પૂરેપૂરા દસ દિવસ સુધી ભગવાન ગણેશજીની સેવા કરે છે. પરંતુ જો તમે પણ ઘરે માં ગણપતિજીની આ મૂર્તિ લાવી રહ્યા હોવ તો તમારી રાશિ અનુસાર જો ગણપતિની પ્રતિમાની પૂજા કરવામાં આવે તો તેનું યોગ્ય ફળ તમને મળે છે, અને સાથે સાથે તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દરેક રાશિ અનુસાર કઈ રીતે તમારે ભગવાન ગણપતિજીની પૂજા કરવાની છે કે જેથી કરીને તમારી દરેક મનોકામનાઓ થાય પૂર્ણ.

 

વૃષભ

આ રાશિના જાતકોએ વિનાયક રૂપની પૂજા કરવી જોઈએ અને સાથે સાથે મંત્રનો પણ જાપ કરવો જોઈએ અને ભગવાન ગણપતિ ને સાકર ખાંડ અને નાળીયેર થી બનાવેલા લાડુ ધરવા જોઈએ

“ॐ ह्रीं ग्रीं ह्रीं”

 

મેષ

આ રાશિના લોકોએ વક્રતુંડ ગણપતિજીની પૂજા કરવી જોઈએ અને સાથે-સાથે નીચે બતાવેલા મંત્રનો જાપ કરવો જોઈએ અને ભગવાન ગણપતિ ને ગોળ માથી બનેલા લાડુનો પ્રસાદ કરવો જોઈએ

“ॐ वक्रतुण्डाय हुं”

 

સિંહ

આ રાશિના લોકોએ લંબોદર ગણપતિજીની પૂજા કરવી જોઈએ અને સાથે સાથે નીચેના મંત્રનો જાપ કરી અને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ

“ॐ लंबोदराय नम:”

 

ધન

આ રાશિના જાતકોએ હરિદ્રા રૂપ ની પૂજા કરવી જોઈએ સાથે સાથે ભગવાન ગણપતિ ને મોદક ચઢાવી અને નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

“हुं गं ग्लौं हरिद्रागणपतयै वरवरद दुष्ट जनहृदयं स्तम्भय स्तम्भय स्वाहा”

 

મિથુન

આ રાશિના જાતકોએ લક્ષ્મી ગણેશજીની આરાધના કરવી જોઈએ અને સાથે સાથે મગદાળના લાડુ લાલ ફળ અને લાલ કપડા નો પ્રસાદ ચઢાવી અને નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

“ॐ श्रीं गं सौभाग्य गणपतेय वरवरदं सर्वजनं में वशमानायं स्वाहा”

 

કર્ક

આ રાશિના લોકોએ એકદંત ગણપતિજીની પૂજા અર્ચના કરવી જોઇએ અને સાથે સાથે લાડુ માખણ અને ખીરનો પ્રસાદ ચઢાવી નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

“ॐ लंबोदराय नम:”

 

તુલા

આ રાશિના જાતકોએ શક્તિ વિનાયક ગણપતિજીની પૂજા કરવી જોઈએ સાથે-સાથે સાકર ખાન ના લાડુ અને કેળા નો પ્રસાદ ધરીને નીચેના આ મંત્રનો જાપ કરવો જોઈએ

“ॐ ह्रीं, ग्रीं, ह्रीं” 

 

કન્યા

આ રાશિના જાતકોએ ગજાનન ગણપતિજીની પૂજા કરવી જોઈએ અને સાથે સાથે મગદાળના લાડુનો પ્રસાદ ચઢાવી નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

 “ॐ गं गणपतयै नमः”

 

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ વક્રતુંડ ગણપતિજીની પૂજા કરવી જોઈએ અને સાથે સાથે ગોળના લાડુનો પ્રસાદ ધરી નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

 “ॐ गं गणपतयै नमः”

 

મકર

 

આ રાશિના જાતકોએ સર્વે સ્વરૃપનું પૂજા કરવી જોઈએ અને સાથે સાથે તલના લાડુનો પ્રસાદ ચઢાવી નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

“ॐ लम्बोदराय नमः”

 

મીન

 

આ રાશિના જાતકોએ સિદ્ધિવિનાયક ની પૂજા કરવી જોઈએ અને સાથે સાથે બદામ અને ચણાના લોટના લાડુ તથા કેળા નો પ્રસાદ ચઢાવી નીચે મુજબના મંત્રનો જાપ કરવો જોઈએ

“ॐ सिद्धि विनायकाय नमः”

 

કુંભ

આ રાશિના જાતકોએ સર્વે સ્વરૂપનું પૂજા કરી ગોળના લાડુનો પ્રસાદ ચઢાવી નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ

“ॐ सर्वेश्वराय नमः”

લેખન અને સંપાદન : ટીમ FREE  

નોંધ:
તમે આ લેખ “FREE “ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: