તમારી જીભ જણાવે છે તમારી બીમારી વિશે, જો કોઈ બીમારી હોય તો જીભ દ્વારા આવી રીતે જાણી શકાયતમારી જીભ જણાવે છે તમારી બીમારી વિશે, જો કોઈ બીમારી હોય તો જીભ દ્વારા આવી રીતે જાણી શકાય

જીભ એ માનવીના શરીરનું એક અત્યંત મહત્વનું અંગ છે આપને હંમેશા આંખ નાક અને કાનની બીમારી વિશે જ સાંભળ્યું હોય છે. પરંતુ શું તમે ક્યારેય જીભને લાગતી બીમારી વિશે ક્યારેય સાંભળ્યું નહી હોય, આપણી જીભ ખાવાનો સ્વાદ દર્શાવે છે અને આપણા સ્વાસ્થ્ય વિશે પણ જણાવે છે. ચાલો જોઈએ જીભમાં થતી સામાન્ય સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સબંધી સંકેત વિશે.

 

જીભ સફેદ હોવી:

જી તમારી જીભ સફેદ અને આછી પીળી થઇ જાય તો ટે પાચનતંત્ર માં ગરબડ હોવાનો સંકેત દર્શાવે છે. તેનાથી એ પણ જાણવા મળે છે કે તમે વધારે માત્રામાં એન્ટીબયોટીક દવાઓનું સેવન કર્યું છે.

 

જીભ લાલ હોવી:

સામાન્યરીતે જીભનો રંગ આછા ગુલાબી જેવો હોય છે. પરંતુ જયારે તે વધારે લાલ થઇ જાય તો તેનો મતલબ એમ થાય કે શરીરમાં આયર્ન અને વિટામીન બી ની ઉણપ હોઈ શકે આયુર્વેદમાં તેને આંતરિક ગરમીનું કારણ જાણવામાં આવ્યું છે.

 

જીભ સુકી હોવી:

જી તમારી જીભ સુકી હશે અથવાતો જીભ વારે વારે કોરી પડી જતી હોય તો. તેની પાછળનું કારણ છે કે તમારા શરીરમાં પાણીની અછત છે. અને સાથે સાથે તમારી લાળ ગ્રંથી માં પણ કોઈ ગરબડ હોઈ શકે છે.

 

જીભ પર છાલા પડવા:

જીભ પર છાલા થવા એ એક આમ સમસ્યા છે. તેની પાછળ નું કારણ હોર્મોન્સ માં પરિવર્તન, તણાવ અને ચિંતા હોઈ શકે છે. આ છાલા શરીરમાં ઈમ્યુન ડીસઓડર, એલર્જી અને ઇન્ફેકશનનો સંકેત આપે છે. ઘણી વાર ટે કેન્સર ના લક્ષણો પણ હોઈ શકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: