તમારા વાળ ને બરબાદ કરી રહી છે તમારી આ આદતો, જલ્દી થી જાણી લો નહીતો થઇ જશો ટાલીયા


તમારા વાળ ને બરબાદ કરી રહી છે તમારી આ આદતો, જલ્દી થી જાણી લો નહીતો થઇ જશો ટાલીયા

કોઈ પણ વ્યક્તિ ના સુંદર દેખાવમાં સૌથી મહત્વનો હિસ્સો હોય છે તેમના વાળ. અને તેથી જ દરેક લોકોને પોતાના વાળ ખુબ જ પસંદ હોય છે. અને પોતાના વાળ ને સુંદર બનાવવા માટે લોકો જુદા જુદા શેમ્પુનો અને ખુબ જ મોંધી પ્રોડકટ નો ઉપયોગ કરતા હોય છે.

ઘણા લોકો વાળ ને સારા રાખવા માટે રોજે શેમ્પુ નો ઉપયોગ કરતા હોય છે. પરતું ટોપ સેલીબ્રીટીઝ ના હેર આર્ટીસ્ટ લોકોને ચેતવણી આપતા હોય છે કે વાળ માં દરરોજ શેમ્પુ કરવાથી વાળ લાંબા સમય બાદ ખરાબ થવા લાગે છે.

ડવ ના સેલીબ્રીટીઝ હેર આર્ટીસ્ટ માર્ક ટાઉનસેન્ટે જણાવ્યું હતું કે વાળ માં શેમ્પુ કરવાથી આપણને ખુબ જ સારું મહેસુસ થશે પરંતુ દરરોજ શેમ્પુ કરવું એ વાળ માટે નુકશાનકરક સાબિત થાય છે.

તેમણે એ પણ જણાવ્યું હતું કે ઉતાવળમાં વાળ ધોવાથી વાળ ખરવા લાગે છે. અને તાળવામાં વધુ માત્ર માં તેલ ઉત્પન્ન થાય છે. તેમણે જણાવ્યું હતું કે માથું દરરોજ ના ધોવું જોઈએ પરંતુ માથું ધોવામાં એક કે બે દિવસ નું અંતર રાખવું જોઈએ.

 

ડવ ના હેર સ્ટાઇલીસ્ટે પણ જણાવેલુ કે બધા તેલ વાળ ને ચીપ-ચિપા નથી બનાવતા વાળ ના મુળીયામાંથી નીકળતું તેલ વાળ ને મજબુત બનાવે છે.

તેઓએ એમ પણ જણાવેલું કે ડ્રાય શેમ્પુથી વાળ ધોવામાં આવે ત્યારે વાળ ખુબ જ સારા લાગશે પરંતુ તે માટે સાચી રીતે ડ્રાય શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ મોટા ભાગના લોકોને તેની સાચી જાણકારી નથી હોતી.

વાળ માં ડ્રાય શેમ્પુ નો સ્પ્રે ૮ થી ૧૨ ઇંચ દુર રાખીને કરવો જોઈએ. વાળને દાતીયાથી ઓળવા ખુબ જ જરૂરી છે. અને ઓળતી વખતે ખેચાય નહિ તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

એક હેર સ્ટાઇલીસ્ટ ના જણાવ્યા મુજબ રાત્રે સુતા પહેલા વાળ ને હંમેશા દાતીયાથી ઓળી લેવા જરૂરી છે. અને વાળ ખેચાય નહિ એ રીતે આરામ થી વાળને ઓળવા, વાળ ખેચાવાથી મુળિયા માં નુકશાન થાય છે અને વાળ નબળા પડે છે. અને ખરવા લાગે છે.


Post Views:
57Source link

Like it.? Share it: