તમારા ટોઇલેટ નું પાણી વેચીને કરોડો રૂપિયા કમાઈ રહી છે સરકારી એજન્સીઓ જાણો કઇ રીતે


તમારા ટોઇલેટ નું પાણી વેચીને કરોડો રૂપિયા કમાઈ રહી છે સરકારી એજન્સીઓ જાણો કઇ રીતે

શું તમે ક્યારે ટોઇલેટના પાણીને ખરીદવા અને વેચવાની વાત સાંભળી છે કે તેના વિશે વિચાર્યું છે. તમને આ વાત જાણીને ખૂબ હેરાની થશે પરંતુ ટોઇલેટ ની અંદર રહેલું પાણી ખૂબ જ કામનું માનવામાં આવે છે અને આ પાણી દ્વારા તમે સારા એવા પૈસા પણ કમાઈ શકો છો, અને આવું જ કરવામાં આવ્યું છે નાગપુરની 1  સરકાર એજન્સી દ્વારા કે જેણે આ ટોઇલેટ નું પાણી વેચીને કરોડો રૂપિયા કમાયા છે.

તમે જે ટોઈલેટના પાણીને ગંદુ સમજીને તેને ફેંકી દો છો, એ જ ગંદા પાણીને નાગપુરની સરકારી એજન્સીએ ૭૮ કરોડ ની અંદર વેચ્યું છે, અને આ પાણી દ્વારા આજે શહેરની અંદર 50 એસી બસ ચલાવવામાં આવી રહી છે. ભારતના કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે, કે નાગપુર ની અંદર આવા અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.

 

ગંગાની ગંદકીથી ચાલશે 26 શહેરોની બસો

નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તેલ અને ગેસ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગંગા નદીના કિનારે વસતા 26 શહેરોને લાભ મળશે તેણે વધુમાં જણાવ્યું હતું કે ગંગાની અંદરથી નીકળતા કચરા દ્વારા મિથેન ગેસ ઉત્પન્ન કરવામાં આવશે અને તેના દ્વારા 26 શહેરોની અંદર સિટી બસો ચલાવવામાં આવશે, અને આ યોજનાના કારણે ૫૦ લાખ લોકોને રોજગારી પણ મળશે.

 

કોલસાથી સિટી બસો ચલાવવાની તૈયારી

ગડકરીએ પોતાના બયાન ની અંદર આગળ જણાવતા કહ્યું હતું કે ભારત દેશની અંદર કોલસાની કોઈપણ જાતની કમી છે નહીં અને આથી જ જો આ કોલસા ની અંદર થી મિથેન વાયુ કાઢી અને તેના દ્વારા સિટી બસો ચલાવવામાં આવે તો આપણા માટે ખૂબ જ સસ્તી થઈ શકે છે. આ ઉપરાંત નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ મિથેન ગેસ માત્ર ૧૬ રૂપિયાની નજીવી કિંમત ની અંદર જ બની જશે.

 

ગટરના ગેસમાંથી રસોઈ

સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે તમારી આસપાસ રહેલી ગટરોમાં જે કોઈપણ ગેસ ઉત્પન્ન થાય છે, એ ગેસનો ઉપયોગ કરીને તમે તમારા ઘરની અંદર ચૂલા પણ સળગાવી શકો છો, અને સાથે સાથે તેના દ્વારા રસોઈ પણ કરી શકો છો. આજે અનેક જગ્યાએ આ બાબત ઉપર અનેક પ્રકારની રિસર્ચ ચાલી રહી છે અને જ્યારે તેના માટે નો યોગ્ય વિકલ્પ મળી રહેશે ત્યારે તમારા ઘરની અંદરથી ઉત્પન્ન થતા ગેસ દ્વારા તમે તમારા ઘરનો ચૂલો સળગાવી શકશો.

આમ ભારત સરકાર આજે વિચારી રહી છે કે કઈ રીતે કોઈપણ પ્રકારની ગંદકીમાંથી આપણને ઉપયોગી એવી ઈંધણ બનાવી અને લોકોની સુખ-સુવિધામાં વધારો કરવામાં આવ્યા અને સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: