તમારા ઘર ની અંદર થતી આ નાની નાની ઘટનાઓ માં છુપાયેલા હોય છે આ સંકેત જુવો


તમારા ઘર ની અંદર થતી આ નાની નાની ઘટનાઓ માં છુપાયેલા હોય છે આ સંકેત જુવો

જયારે તમે કઈ ખરીદવા ઇચ્છતા હોવ અને નાણા ની કમી ઉદભવે, તમારા દ્વારા કરવામાં આવતા કામ ની અંદર સફળતા મળે નહિ તો સમજવું તમારા ઘર ની અંદર નકારાત્મક ઉર્જા નો પ્રવેશ થઇ ગયો છે. ઘર ની અંદર થતી નાની નાની ઘટનાઓ ની અંદર આવી બાબતો નો સંકેત રહેલ હોય છે.તેમાંથી ગરબી ના કેટલાક સંકેતો છે એ તમારે જાણવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર ની અંદર પાણી નો વ્યય ને ગરીબી નું કારણ માનવામાં આવ્યું છે. અને એવું પણ કહેવાય છે કે જે ઘર  ની અંદર પાણી નો નકામો બગાડ થતો હોય ત્યાં લક્ષ્મીજી નિવાસ નથી કરતા.

વાસ્તુશાસ્ત્ર અનુસાર  જે ઘર ની અંદર નળ ની અંદર થી પાણી સતત ટપકતું હોય ત્યાં હમેશા ધન ની કમી ઉદભવે છે. અને નળ માંથી પાણી ટપકવાનો આવાજ નકારાત્મક ઉર્જા ઉત્પન કરે છે.

ઘણા લોકો ની રાત્રે સ્નાન કરવાની આદત હોય છે. પરંતુ શાસ્ત્રો અનુશાર રાતના સ્નાન કરવું જોઈએ નહિ.જો વ્યક્તિ રાતે સ્નાન કરે છે તો તેના ઘર ની અંદર હમેશ ધન ની કમી રહે છે.

આજકાલ લોકો ઘર ની અંદર ખોટા સજાવટ ના ફૂલ રાખે ચી જેને વાસ્તુશાસ્ત્ર માં શુભ નથી મનાતું. સજાવટ માટે ખોટા ફૂલ ની જગ્યાએ સાચા ફૂલ નો ઉપયોગ કરવો જોઈએ.

જો તમારા ઘર ની અંદર ઇલેક્ટ્રિક સાધનો વારંવાર બગડે તો સમજવું તમારા ઉપર રાહું ની છાયા છે. એટલે જલ્દીથી બગડી ગયેલ ઇલેક્ટ્રિક વસ્તુ ને રીપેર કરાવી નાખો. નહી તો ઘર ની અંદર નકારાત્મક ઉર્જા નો વધાર થશે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
126Source link

Like it.? Share it: