ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી અને અસ્થમાનું રામબાણ ઈલાજ છે આ લાલ રંગનું ફૂલ


ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી અને અસ્થમાનું રામબાણ ઈલાજ છે આ લાલ રંગનું ફૂલ

પૂજામાં કામ લાગતાં આ જાસૂદના ફૂલને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જાસૂદના છોડને સમગ્ર રીતે ઔષધીય છોડ માનવામાં આવે છે. તેના મૂળ થી માંડીને તેના ફૂલ સુધીની દરેક વસ્તુઓ આયુર્વેદના કામમાં લાગી શકે તેવી છે. તથા દરેક બીમારીઓને દૂર કરવાના ગુણ તેની અંદર રહેલા છે.

પહેલાના સમયમાં વાળની સુંદરતા વધારવા માટે જાસૂદના ફૂલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે લાલ, સફેદ, ગુલાબી, પીળા અને રીંગણી રંગના ફૂલ ધરાવતું આ જાસૂદ નું  ફુલ હદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે જાસૂદના ફૂલના આપણા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારના ફાયદાઓ છે. તો ચાલો જાણીએ જાસૂદના ફૂલના અમુક ફાયદાઓ વિશે.

 

ડાયાબિટીસને કંટ્રોલ કરશે

મધુમેહ અથવા તો ડાયાબિટીસને લોકો નિયમિત રીતે જો 20 થી 25 જાસૂદના પાનનું સેવન કરે અથવા તો તેના આ પાનની ચા બનાવીને પી સે તો તેને ડાયાબિટીસની સમસ્યા માંથી છુટકારો મળી શકે છે.

 

લોહી વધારશે

જાસૂદના ફૂલને સૂકવી ને તેમાંથી બનાવવામાં આવેલો પાવડર જો ગરમ દૂધ સાથે એક ચમચી જેટલો લેવામાં આવે તો તે તમારા શરીરની અંદર રહેલી લોહીની ઉણપને દૂર કરી દે છે. દૂધની અંદર એક ચમચી પાવડર અને સાથે એક ચમચી જેટલી સાકર ઉમેરી અને તેનું સેવન કરવાના કારણે તમારી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.

 

વાળ બનાવશે ઘટાદાર

જાસૂદ ના પાન ને બરાબર પીસી અને જૈતુનના પાનની સાથે ભેળવી દો અને ત્યારબાદ આ પેસ્ટને 10થી 15 મિનિટ સુધી તમારા વાળની અંદર લગાવી લો અને પછી થોડા ગરમ પાણીથી તમારા વાળને ધોઈ લો. તમારા વાળ એકદમ ઘાટ્ટા અને કુદરતી કાળા બની જશે.

 

શ્વાસની તકલીફને કરશે દૂર

જાસુદનું ફૂલ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ દરેક તત્વો કોઈપણ વ્યક્તિને શ્વાસ ની તકલીફ માં થી છુટકારો અપાવવા માટે પૂરતા છે. જે લોકોને ગળામાં દુખાવો થતો હોય અથવા તો કફ થયા હોય તેના માટે પણ જાસુદનાફુલ ની ચા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

 બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે

જો કોઈ પણ વ્યક્તિને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેવા વ્યક્તિઓએ પોતાના ઘરે જાસૂદના ફૂલનો છોડ અવશ્ય રાખવો જોઈએ. કેમકે તે તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં

જાસૂદના ફૂલની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર રહેલું વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે એક ગ્રામ જેટલા જાસુદના પાનનો રસ પીવાના કારણે તમારા શરીરની અંદર  જમા થતુ વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

સેક્સ લાઇફમાં

જાસુદનું ફૂલ તમારી સેક્સ લાઇફને પણ વધારે સારી બનાવે છે. પુરુષોને જો કોઈપણ જાતની કમજોરી હોય તો તેના માટે જાસુદનાફુલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

પેટના દુખાવામાં

જાસુદ ની અંદર રહેલા અનેક પ્રકારના મિનરલ્સ તમારા પેટને લગતી દરેક સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જાસૂદના ફૂલનું સેવન તમારા આંતરડા ની અંદર રહેલા સોજાને પણ ઓછો કરી નાખે છે. આ ઉપરાંત તમારા આંતરડાને એકદમ સાફ કરવામાં પણ તે મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને તમે પેટને લગતી તથા પાચનતંત્રને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો અને પેટ દર્દમાંથી પણ રાહત મેળવી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: