“ઠગ્સ ઓફ હિંદોસ્તા” ને જે કામ કરતા ૪૦ દિવસ લાગ્યા તે ‘ઝિરો’ એ ૪૦ કલાક મા કરી નાખ્યુ, જરૂર જાણો.


“ઠગ્સ ઓફ હિંદોસ્તા” ને જે કામ કરતા ૪૦ દિવસ લાગ્યા તે ‘ઝિરો’ એ ૪૦ કલાક મા કરી નાખ્યુ, જરૂર જાણો.

ફિલ્મો ના વિષય મા લોકોની પસંદગી માપવાના કેટલાય અલગ અલગ માપદંડો છે. બોક્સઓફિસ કલેક્શન, ક્રિટિક્સ રિવ્યુ, માઉથ પબ્લિસિટી વગેરે ઘણા બધા. ઇંટરનેટની વધી રહેલી લોકપ્રિયતા ને લિધે આમા એક વધુ માપદંડ ઉમેરાયો છે – ફિલ્મોને મળેલો ઓનલાઇન રિસ્પોન્સ.

ખાસ કરીને યુટ્યુબ ઉપર, ફિલ્મનુ ભવિષ્ય શુ રહેશે તેનો અંદાજ તમે કેટલીક વાર તમે ફિલ્મનુ ટ્રેલર જોઇને આવેલા રિએક્શન ને આધારે પણ લગાવી શકો છો. જો કોઇ ફિલ્મ નુ ટ્રેલર પર્યાપ્ત વ્યુઝ મેળવી લે તો બોક્સઓફિસ પર એના શરુઆતી દિવસોનુ કલેકશન સારુ એવુ રહે છે એવી એક ગેરેંટી મળી જાય છે. ત્યારબાદ તો ફિલ્મનુ કંટેન્ટ જ ફિલ્મને મારે કે તારે છે.

આ તમને એટ્લે જણાવી રહ્યા છીએ કેમકે શાહરુખ ખાન ની 21 ડિસેમ્બર 2018 ના દિવસે રિલિઝ થનારી ફિલ્મ ઝિરો એ યુટ્યુબ પર ધુમ મચાવી દિધી છે. 2 નવેમ્બરે સાંજના આશરે પાંચ વાગ્યે આ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યુ ત્યાર થી હંગામો મચેલો છે યુટ્યુબ પર. તેના પર જે ઝડપથી વ્યુઝ વધતા જોવા મળી રહ્યા છે તે જોતા ફિલ્મ જબરદસ્ત બ્લોકબસ્ટર સાબિત થશે એવુ માનવામા આવી રહ્યુ છે. આ ટ્રેલર સાથે જોડાયેલી આંકડાબાજી સમજવા માટે આપણી સરખામણી માટે બીજી એક મોટી ફિલ્મ સાથે સરખામણી કરશુ.

26 સપ્ટેમ્બર 2018 ના દિવસે યશરાજ ફિલ્મ્સ નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “ઠગ્સ ઓફ હિંદોસ્તા” નુ ટ્રેલર રીલિઝ થયુ. યશરાજ જેવુ બેનર અને અમિરખાન-અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર. સીધી વાત છે કે લોકોને જોરદાર આકર્ષણ થવાનુ જ હતુ. અને થયુ પણ ખરુ. યુટ્યુબ પર તેનુ ટ્રેલર પણ ખુબ જ જોવામા આવ્યુ. આ ખબર લખાય છે ત્યા સુધીના અમુક આંકડાઓ આ પ્રમાણે છે.

 

આશરે ૮ કરોડ વ્યુઝ, ૧૩ લાખ આજુબાજુ લાઇક્સ, ૧ લાખ ૪૭ હજાર થી વધુ કોમેંન્ટ્સ આટલે પહોચતા “ઠગ્સ ઓફ હિંદોસ્તા” ના ટ્રેલર ને ચાલીસ દિવસ લાગેલા.

“ઝિરો” ફિલ્મ ના ટ્રેલર એ ફક્ત ૪૦ કલાક મા આમાથી બે રેકોર્ડ તો તોડિ પણ નાખ્યા અને ત્રીજો રેકોર્ડ દિવસ બદલશે એ પહેલા ટુટિ જશે એવી પુરેપુરી સંભાવના છે.

આ ખબર લખાઇ ત્યા સુધિ મા “ઝિરો” ના ટ્રેલર પર આશરે સાડા છ કરોડ વ્યુઝ આવી ચુક્યા છે. અને બહુ જલ્દિ તે “ઠગ્સ ઓફ હિંદોસ્તા” ને પાર કરી જશે એવુ મોટા યુટ્યુબરો નુ કહેવુ છે. લાઇક અને કોમેન્ટ્સ મા તો રેકોર્ડ ટુટી જ ચુક્યો છે. “ઝિરો” એ બે દિવસ ના ટુકા સમય માં ૧૪ લાખથી વધુ લાઇક્સ ભેગી કરી લિધી છે અને આશરે ૧ લાખ ૫૭ હજાર લોકોએ કોમેન્ટ મા પોતાની હાજરી પણ પુરાવી દિધી છે. અને વધુ પડતી કોમેન્ટ્સ પોઝીટીવ રીવ્યુ બાબત જ જોવા મળે છે.

અમે એ નથી કહી રહ્યા કે કોઇ એક ફિલ્મ બીજી કરતા વધુ ચડીયાતી છે, બંને ફિલ્મો કેવી છે એતો જોયા બાદ જ ખબર પડશે. અમે તો બસ “ઝીરો” ના અસાધારાણ આંકડાઓ તરફ આપનુ ધ્યાન દોર્યુ છે. લાઇન કેટલી લાંબી છે એ બતાવવાનો એક રસ્તો એ પણ છે કે તેની સમાંતર બીજી લાઇનનુ પણ અસ્તિત્વ હોય. બસ એટલી જ વાત છે. બન્ને ફિલ્મોને અમારી શુભકામનાઓ..

 


Post Views:
4Source link

Like it.? Share it: