ટોઇલેટ સીટ કરતાં પણ વધુ ગંદી હોય છે રસોડામાં રાખેલી આ ત્રણ વસ્તુઓ


ટોઇલેટ સીટ કરતાં પણ વધુ ગંદી હોય છે રસોડામાં રાખેલી આ ત્રણ વસ્તુઓ

દરેક વ્યક્તિના રસોડામાં જાતજાતની વસ્તુઓ રાખીલી હોય છે અને જેની સાફ-સફાઈ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી વસ્તુઓ વિશે કે જે જાણીને તમે પણ રહી જશો દંગ. કેમકે, આ વસ્તુઓ એવી છે કે જે ટોઇલેટ સીટ કરતાં પણ વધુ ખરાબ હોય છે, અને આ વસ્તુઓ ને ક્યારેય પણ તમારા રસોડાની અંદર ન રાખવી જોઈએ.

હાલમાં જ થયેલી એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે, કે રસોડાની સાફ-સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું કપડું સૌથી વધુ ગંદુ હોય છે. તેની અંદર સૌથી વધુ માત્રા ની અંદર કીટાણુ અને બેક્ટેરિયા મોજુદ હોય છે, અને આ કપડાના કારણે જ તમને ફૂડ પોઇઝનિંગનો પણ ખતરો થઈ શકે છે.

રસોડાની અંદર રાખવામાં આવતા વાસણ ને સાફ કરવા માટે પણ આપણે કપડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને તમને જાણીને નવાઈ લાગશે કે વાસણ સાફ કરતાં કપડાં ની અંદર પણ સૌથી વધુ માત્રા ની અંદર બેક્ટેરિયા રહેલા હોય છે. કેમકે, વાસણને લૂછતી વખતે વાસણની અંદર રહેલા બેક્ટેરિયા ઓ તમારા કપડાં ની અંદર જામી જતાં હોય છે, અને ત્યારબાદ જ્યારે તમે આ કપડાંનો ઉપયોગ બીજા વાસણો સાફ કરવા માટે કરો છો, ત્યારે તે બીજા વાસણોને પણ ધંધા કરી દે છે.

રસોડાની અંદર રહેલી ગેંડી ને આપણે દરરોજ સાફ કરતા હોઈએ છીએ પરંતુ તે ગેંડી ની નીચે રહેલા પાઇપને આપણે ક્યારે પણ સાફ કરી શકતા નથી, અને આ પાઇપ રસોડાની અંદર રહેલું સૌથી ખરાબ વસ્તુ છે કેમકે આ પાઇપ ની અંદર કેટલાય વંદા રહેતા હોય છે. જે તેની અંદરથી બહાર નીકળીને તમારા ખાવાની વસ્તુઓ પર ફરતા હોય છે અને તે તમારા ખાવાની વસ્તુ અને દૂષિત બનાવી દે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
211Source link

Like it.? Share it: