જો હરસ ને માત્ર એક જ મહિનામાં કરવા હોય જડમૂળથી ખતમ તો કરો આ ઉપાય


જો હરસ ને માત્ર એક જ મહિનામાં કરવા હોય જડમૂળથી ખતમ તો કરો આ ઉપાય

હરસ થવાના કારણે રોગીને ઘણી પ્રકારની પરેશાનીઓ થાય છે, અને ખૂબ જ અસહ્ય પીડા થતી હોય છે હરસને મુખ્યત્વે બે પ્રકારના માનવામાં આવે છે. એક બહાર મસા થાય છે તેવા હરસ, અને એક અંદર મસા થાય છે તેવા હરસ, જે લોકોને હરસ થાય છે તેને સવારમાં મળ કરતી વખતે ખૂબ જ અસહ્ય દુખાવો થાય છે અને સાથે સાથે તેમાંથી લોહી પડવાની પણ સમસ્યા સર્જાય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો ઉપાય છે જેનો ઉપયોગ કરીને તમે માત્ર એક જ મહિનાની અંદર તમારા ગમે તેવા હરસની સમસ્યામાં થી છુટકારો મેળવી શકશો. હરસની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કરવામાં આવતા આ ઉપાય માં સૌથી પહેલાં તમારે આ અમુક વસ્તુઓની જરૂર પડશે.

સૌપ્રથમ નારીયેલની ઉપરની છાલ ને લઇ લઇ અને તેને બરાબર સળગાવી અને તેની રાખ બનાવી લો. અને ત્યાર બાદ તેને એક કાચની બોટલ ની અંદર ભરી લો, અને જ્યારે સવારમાં તમે તમારું પેટ સાફ કરવા જાવ અને તમારૂં પેટ સાફ થઈ જાય ત્યાર બાદ તમારે આ પ્રયોગ કરવાનું છે. આ સાથે તમારે ગાયના દૂધમાંથી બનેલ એક વાટકી જેટલા દહીં ની પણ જરૂર પડશે.

સૌપ્રથમ એક કટોરી ની અંદર થોડું દહીં લઈ તેની અંદર ૫ થી ૭ ગ્રામ જેટલી નારીયલ ની આ ભસ્મને ઉમેરી દો અને ત્યાર બાદ તેને બરાબર ભેળવી લો. ત્યારબાદ આ દહીંનું સેવન કરી લો અને ત્યાર બાદ બે કલાક સુધી તમારે કોઈ પણ વસ્તુ ખાવી કે પીવી નહી અને જો તમને તેનો સ્વાદ યોગ્ય ન લાગે તો પણ તેને એક ઔષધિ સમજીને પી જવી.

આ પ્રયોગને તમારે દિવસમાં ત્રણ વખત કરવો પડશે. સવાર, બપોર અને સાંજે સુતા પહેલા આ પ્રયોગ કરવો અને આ વસ્તુ ખાધા પછી બે કલાક સુધી કોઈ પણ વસ્તુ ખાવી કે પીવી નહીં. આમ કરવાથી માત્ર એક જ મહિનાની અંદર તમારા કોઈપણ પ્રકારના હરસ ની સમસ્યા હશે તો તે દૂર થઈ જશે અને તમને પણ અસહ્ય દુખાવા અને પડતા લોહી માંથી છુટકારો મળી જશે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
149Source link

Like it.? Share it: