જો સ્વપ્નમાં થાય ભગવાન શિવના દર્શન તો આ છે તેના સંકેતો


જો સ્વપ્નમાં થાય ભગવાન શિવના દર્શન તો આ છે તેના સંકેતો

જ્યોતિષશાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના મનની અંદર આવતા સપનાઓ તેના ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે. વ્યક્તિને રાત્રે જે કોઈપણ સ્વપ્ન આવતાં હોય તે તેની સાથે ભવિષ્યમાં થનારી વસ્તુઓ સાથે સંકળાયેલા હોય છે અને તે ભવિષ્યમાં થનાર વસ્તુઓના સારા અને નરસા સંકેતો આપતા હોય છે.

અનેક લોકો એવા હોય છે કે જેને રાત્રે જાતજાતના સ્વપ્ન આવતાં હોય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દરેક સ્વપ્નનું કાંઈક અલગ મહત્વ હોય છે. પરંતુ જો તમને સ્વપ્નમાં ભગવાન શંકર કે ભગવાન શંકર સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ના દર્શન થતાં હોય અથવા તો તે વસ્તુ ના સ્વપ્ન આવતાં હોય તો તેની પાછળ પણ કંઈક ગૂઢાર્થ રહેલો હોય છે. તો ચાલો જાણીએ તમારા સ્વપ્નની અંદર આવતા આ સંકેતો સેના માટેના છે.

 

ભગવાન શંકરનું ત્રિશુલ

જો તમને સ્વપ્નમાં ભગવાન શંકરનું ત્રિશૂળ દેખાય તો તે તમારા દરેક પાપ કર્મ અને દૂર કરી દે છે અને તમને સારા ફળ આપે છે અને ભગવાન શંકરનું આ ત્રિશૂળ તમારા પૂર્વજન્મ આ જન્મ અને આવનારા જન્મ સાથેના સંબંધો દર્શાવે છે.

 

શિવલિંગના દર્શન

જો તમને પણ સ્વપ્નની અંદર ભગવાન શંકરની શિવલીંગના દર્શન થાય તો તમારે જે કોઈપણ મનોકામનાઓ હશે તે પૂર્ણ થશે અને તમારા જીવનની અંદર રહેલી બધી તકલીફો દૂર થશે.

 

તાંડવ કરતાં ભગવાન શંકર

જો તમારા સ્વપ્નની અંદર ભગવાન શંકર તાંડવ નૃત્ય કરતા દેખાય તો તમારે સમજી લેવું કે તમારા ભવિષ્યની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે સાથે તમને અનેક પ્રકારના ધનલાભ થવાની શક્યતા વધી જાય છે. પરંતુ આ બધી વસ્તુઓ મેળવવા માટે તમારે સારો એવો પરિશ્રમ કરવો પડશે.

 

શિવાલય

જો તમને સ્વપ્નમાં કોઈ પણ જગ્યાએ ભગવાન શંકરનું મંદિર દેખાય તો એનો સીધો જ અર્થ એ થાય છે, કે તમને ભવિષ્યની અંદર બે પુત્રો પ્રાપ્ત થવાનું છે અને જો તમારા ઘર પરિવારમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હશે તો તે પણ ખૂબ ઝડપથી સાજા થઈ જશે.

 

સાપ

જ્યોતિષશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિના સ્વપ્નની અંદર તે ઘણા બધા સાપ જોતા હોય તેવા વ્યક્તિઓને ભવિષ્યમાં ખૂબ જ ધન લાભ થવાનો હોય છે. જો તમને પણ સ્વપ્નની અંદર ભગવાન શંકરનો આ સાપ દેખાય તો આ સ્વપ્ન તમને ખૂબ જ સારું ફળ આપનારું હોય છે અને તમારા ઉપર નાગ દેવતા ના આશીર્વાદ બની રહે છે.

 

શંકર અને પાર્વતી ના દર્શન

જો તમને સ્વપ્નમાં ભગવાન શંકર અને માતા પાર્વતીજી બને એકસાથે દેખાય તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં નજીકના ભવિષ્યમાં જ ખૂબ સારો એવો પ્રસંગ આવવાનો છે. આ ઉપરાંત તમારે ધન પ્રાપ્તિના પણ સારા એવા સંકેતો દેખાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
83Source link

Like it.? Share it: