જો મહેનતના પૈસા નથી ટકતા તમારા હાથમાં તો કરો આ સરળ ઉપાયજો મહેનતના પૈસા નથી ટકતા તમારા હાથમાં તો કરો આ સરળ ઉપાય

આ સંસાર ની અંદર દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે તે ખૂબ સારી મહેનત કરી અને ઘણું બધું ધન કમાઈ અને દરેક પ્રકારની સુખ સુવિધાઓ મેળવે. આજના સમયમાં ધન દરેક વ્યક્તિના જીવનનો એક હિસ્સો બની ગયું છે અને જો તમારી પાસે પણ ધન ન હોય તો તમે કોઈપણ પ્રકારનું કાર્ય કરી શકતા નથી. તમારી દરેક મનોકામના ઓન ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તમારે ધનની જરૂર પડે છે.

આ ધન કમાવવા માટે લોકો પોતાના જીવનમાં અથાક પરિશ્રમ કરતા હોય છે. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે વ્યક્તિ ગમે તેટલું ધન કમાઈ લે છતાં પણ ધન તેની પાસે ટકતું નથી અને પોતાના દ્વારા કમાયેલું ધન ખર્ચાઈ જતું હોય છે અને તે વ્યક્તિ પાસે કોઈપણ જાતના પૈસા ટકતા નથી. આમ તો પૈસા મેળવવા માટે વ્યક્તિનું ભાગ્ય સૌથી મહત્વની વસ્તુ માનવામાં આવે છે. જો તેનું ભાગ્ય તેનો સાથ આપે તો વ્યક્તિ અઢળક પૈસા કમાઈ શકતો હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર ની અંદર અમુક એવા ઉપાયો વિશે બતાવવામાં આવ્યું છે, કે જે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરવા છતાં પણ તેની પાસે વધુ પડતા પૈસા ટકતા ન હોય તેવા વ્યક્તિઓ જો આ પ્રકારના ઉપાય કરશે તો તેના જીવનમાં પણ ધનની અછત દૂર થઈ જશે, અને તમારા નસીબમાં પણ જો કોઈ જગ્યાએ ધન ન હોય તો તમારા નસીબમાં ધન આવી શકશે.

 

આ છે અમુક ઉપાય

જો તમે પણ એવું ઈચ્છતા હો કે તમારા ઘરની અંદર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા વરસી રહે અને તમારા ઘરમાં કાયમી માટે માતા લક્ષ્મીનું નિવાસસ્થાન બની રહે તો લોઢાના એક વાસણ ની અંદર પાણી, ખાંડ, દૂધ અને ઘી ઉમેરી અને પીપળના છાયડા નીચે ઉભા રહી અને પીપળના મૂળમાં આ જળ અર્પિત કરી દો. જેનાથી તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

જો તમારે વેપાર-ધંધામાં ખોટનો સામનો કરવો પડતો હોય અને અને કોશિશો કરવા છતાં પણ તમારા વેપાર ધંધા ની અંદર નફો ન થતો હોય તો સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈ અને શિવલિંગ ઉપર પાણી અને દૂધ નો અભિષેક કરવો જોઈએ. તથા રુદ્રાક્ષની માળા દ્વારા ૧૦૮ વખત ઓમ શિવ ઓમ નમઃ નો જાપ કરવો જોઈએ ત્યારબાદ પૂર્ણિમાના દિવસે પણ શિવલિંગ ઉપર જળ અર્પિત કરવું જોઈએ.

જો તમારે પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત કરવું હોય તો માટીના એક વાસણની અંદર સોના-ચાંદીના સિક્કા ભરી દઈ અને તેની એક પોટલી બનાવી લો, અને ત્યાર બાદ આ પોટલીને તમારા ઘઉં અથવા તો અન્ય અનાજ રાખવાની કોથળી ની વચોવચ રાખી દો, અને ત્યારબાદ એક ઊઠીને ઉત્તર-પશ્ચિમી ખુણામાં રાખી દો. આમ કરવાથી તમારા ઘરની અંદર અઢળક સુખ-સમૃદ્ધિ આવશે.

જો અને કોશિશો કરવા છતાં પણ તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય તો શનિવાર અથવા તો સોમવારના દિવસે થોડા ઘઉંના દાણા 11 તુલસીના પાન અને થોડુ કેસર લઇ અને તેને તમારા અનાજમાં રાખી દો. આમ કરવાથી તમારા ઘરમાં પણ ધીમે ધીમે લક્ષ્મીનો વાસ થશે અને ધનમાં વૃદ્ધિ થશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
31Source link

Like it.? Share it: